Entertainment/ શું તમે જાણો છો ભારતીય ફિલ્મની પ્રથમ મહિલા વિલન કોણ હતી ? આવો જાણીએ તેમના જીવન વિશે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા એક્ટર પોતાની એક્ટિંગ દ્વારા પોતાની ઓળખ બનાવે છે. ભલે તે હીરોનો રોલ કરે છે કે પછી વિલનનો રોલ કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા વિલન પણ છે,

Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 35 શું તમે જાણો છો ભારતીય ફિલ્મની પ્રથમ મહિલા વિલન કોણ હતી ? આવો જાણીએ તેમના જીવન વિશે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા એક્ટર પોતાની એક્ટિંગ દ્વારા પોતાની ઓળખ બનાવે છે. ભલે તે હીરોનો રોલ કરે છે કે પછી વિલનનો રોલ કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા વિલન પણ છે, જેમણે હીરો કરતા વિલનના રોલમાં વધારે લોકપ્રીયતા મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય સિનેમામાં પહેલી સ્ત્રી વિલન કોણ હતી ? આવો જાણીયે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા વિલન વિશે.

ભારતીય સિનેમાની પ્રથમ મહિલા વિલન
ભારતીય સિનેમાની પ્રથમ મહિલા વિલન પંજાબી એક્ટર હતી. પંજાબી અભિનેત્રી કુલદીપ કૌરને ભારતની પહેલી સ્ત્રી વિલન માનવામાં આવે છે. વર્ષ 1928 માં તેમના કરિયરની શરૂઆત કરીને કુલદીપ કોરે તેમની મહેનત થકી અલગ ઓળખ બનાવી હતી. તેમને પ્રથમ વખત પંજાબી ફિલ્મ ‘ચમન’ માં કામ કર્યુ હતુ અને આ ફિલ્મથી તેમને ખૂબ મોટી સફળતા મળી હતી.

હિન્દી ફિલ્મ ‘ગૃહસ્થી’
કુલદીપ કૌરએ હિન્દી ફિલ્મ ‘ ગૃહસ્થી ‘ માં વિલનનો રોલ કર્યો હતો. જેમાં તેમને ખૂબ લોકપ્રીયતા મળી હતી. આ ફિલ્મ હિટ થયા બાદ 50 દશકની ઘણી ફિલ્મોમાં તેમને નેગેટીવ રોલ કર્યો હતો. કુલદીપ કોરએે સમાધી , બેજૂ બાવરા , બાજ , અનારકલી અને આધી રાત જેવી ફિલ્મોમાં કામ કરીને લોકોના હૈંયે વસી ગઇ. ઘીરે ઘીરે તેની લોકપ્રીયતા વધવા લાગી અને 50 દશકમાં એવી અફવા ફેલાયી કે તે એક પાકિસ્તાની જાસૂસ છે. પરંતુ આ અફવા જુઠ્ઠી હતી.

14 વર્ષની ઉમરમાં થયા હતા લગ્ન
વર્ષ 1927 માં લાહોરમાં જન્મેલી કુલદીપ કોરના લગ્ન 14 વર્ષની વયે થઇ ગયા હતા. ત્યાર બાદ જ્યારે તે 16 વર્ષની ઉંમરે તેને પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ફિલ્મોમાં કામ કરવાથી તેના પરિવારે તેનો વિરોધ કર્યો પરંતુ ત્યારે પણ તે અડગ રહી . કહેવામાં આવી રહ્યુ છે કે કુલદીપે ભારત પાકિસ્તાનના વિભાજન બાદ લાહોરમાં ફિલ્મ બનાવાનું શરૂ કર્યુ.

32 વર્ષની વયે દુનિયા છોડી દીધી
કુલદીપ કૌરએ એક દાયકાની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને પછી એક દિવસ તેનું અચાનક અવસાન થયું. વર્ષ 1960માં 32 વર્ષની ઉંમરે કુલદીપે દુનિયાને અલવિદા કહી દીધું. જોકે, કુલદીપના મૃત્યુને લઈને ઘણી બાબતો સામે આવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Entertainment/બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:Entertainment/સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:Priyanka Chopra/ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?