Pakistan/ પાકિસ્તાનમાં “હિંદુ” બેન-દીકરીઓ નથી સુરક્ષિત! 23 વર્ષીય યુવતી પર ડોક્ટરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમુદાયની એક મહિલા પર હેવાનિયતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંધ પ્રાંતની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી 23 વર્ષીય એક મહિલા દર્દી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કિડનીની સારવાર માટે આવેલી યુવતી પર દુષ્કર્મ બાદ તબિયત બગડતાં તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય […]

Top Stories World
Pakistan 1 પાકિસ્તાનમાં "હિંદુ" બેન-દીકરીઓ નથી સુરક્ષિત! 23 વર્ષીય યુવતી પર ડોક્ટરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમુદાયની એક મહિલા પર હેવાનિયતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંધ પ્રાંતની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી 23 વર્ષીય એક મહિલા દર્દી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કિડનીની સારવાર માટે આવેલી યુવતી પર દુષ્કર્મ બાદ તબિયત બગડતાં તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. આરોપી ડોક્ટર અને અન્ય સ્ટાફ ફરાર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટના સિંધ પ્રાંતના ટંડો મુહમ્મદ ખાન શહેર સ્થિત ઈન્ડસ હોસ્પિટલના કિડની વોર્ડમાં બની હતી. પીડિતાનું કહેવું છે કે, આરોપી ડોક્ટરોએ નશાની દવા આપ્યા તેમના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પરિવાજનોએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ અધિકારીઓ કાર્યવાહી શરૂ કરવા માટે મજબુર થયા હતા. આ પહેલા આરોપી ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરશે.

પીડિતાના પરિવારજનોએ પ્રદર્શન કર્યું

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પીડિતાના પરિવારજનોએ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે, લઘુમતી હિંદુ સમુદાયની બેન-દીકરીઓ હોસ્પિટલોમાં પણ સુરક્ષિત નથી. તેમણે સરકાર પાસે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પીડિતાનું નિવેદન વાયરલ

સામૂહિક દુષ્કર્મ બાદ પીડિતાના નિવેદન સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાકિસ્તાન ડિફેન્સ નામની વેબસાઈટે તેના રિપોર્ટ સાથે ફરાજ પરવેઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પોસ્ટ પણ શેર કરી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશા સામે અવાજ ઉઠાવનાર ફરાજે તેની ‘X’ પોસ્ટમાં પીડિતાના નિવેદનની એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તે સ્થાનિક ભાષામાં ભયાનક ઘટના વિશે માહિતી આપી રહી છે.

વ્યભિચારના આરોપમાં એક મહિલાને ઝાડ સાથે બાંધીને પથ્થરમારો કરીને મોતને ઘાટ ઉતારી દીધી

તો બીજી તરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વ્યભિચારના આરોપી મહિલાને પથ્થર મારીને મારી હત્યા કરી દેવામાં આવી હતી. રાજનપુર જિલ્લામાં શુક્રવારે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષની મહિલા પર તેના પતિએ વ્યભિચારનો આરોપ લગાવ્યો હતો. આરોપી પતિએ બે ભાઈઓ સાથે મળીને મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી અને પથ્થર મારીને મારી હત્યા કરી નાખી હતી.

કરાચીમાં મહિલાએ નવજાતને છઠ્ઠા માળેથી ફેંકી

પાકિસ્તાનના કરાચીમાં એક મહિલાએ એક બહુમાળી ઈમારતના છઠ્ઠા માળેથી નવજાત બાળકને ફેંકી દીધું હતું. લિયાકતાબાદની ઘટના બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. તે વારંવાર પોતાનું નિવેદન બદલી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપી મહિલા ડ્રગ્સ એડિક્ટ છે.

આ પણ વાંચો: દુઃખદ સમાચાર/ ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISROના આ મહિલા વૈજ્ઞાનિકનું થયુ નિધન

આ પણ વાંચો: Asia Cup 2023/ “એશિયા કપ” પર સંકટના વાદળો ઘેરાયા! પાણી-પણી થયું કોલંબો: જાણો શું છે લેટેસ્ટ અપડેટ

આ પણ વાંચો: દુસ્વપ્નના વાવેતર/ માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો