દુઃખદ સમાચાર/ ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISROના આ મહિલા વૈજ્ઞાનિકનું થયુ નિધન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને દેશના લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ISROના એક મહિલા વૈજ્ઞાનિક હવે રહ્યા નથી. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ કાયમ માટે શાંત પડી ગયો. હાર્ટ એટેકના કારણે મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન થયું છે. ISROના વૈજ્ઞાનિકો શોકમાં કેટલીક જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, સ્ટાર્સ અને […]

Top Stories India
Valarmathi ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISROના આ મહિલા વૈજ્ઞાનિકનું થયુ નિધન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને દેશના લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ISROના એક મહિલા વૈજ્ઞાનિક હવે રહ્યા નથી. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ કાયમ માટે શાંત પડી ગયો. હાર્ટ એટેકના કારણે મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન થયું છે.

ISROના વૈજ્ઞાનિકો શોકમાં

કેટલીક જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, સ્ટાર્સ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના અવાજો આપણા મગજમાં ગુંજતો રહે છે. આવો જ એક અવાજ હવે ઝાંખો પડી ગયો છે. ચંદ્રયાન-3 મિશન લોન્ચિંગ સમયે પોતાના અનોખા અવાજ સાથે જાહેરાત કરનાર વલારમથીએ રવિવારે સાંજે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના નિધનથી ISROના વૈજ્ઞાનિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ શહેરમાં અંતિમ શ્વાસ લીધા

તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલારમથીનું રવિવારે સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચંદ્રયાન-3, જે આ વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું, તેને 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન વલારમથી દ્વારા અવાજ આપવામાં આવ્યો હતો

ISROના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ પી.વી. વેંકટકૃષ્ણએ વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રીહરિકોટાથી ISROના ભાવિ મિશનના કાઉન્ટડાઉનમાં હવે વલારમથીનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેનું અંતિમ કાઉન્ટડાઉન હતું. તેમણે કહ્યું કે વલારમથીના નિધનના સમાચારથી તેઓ ખૂબ જ દુ:ખી છે. સાથે જ લોકો સોશિયલ મીડિયા પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

વલારમથીને ચંદ્રયાન-3 મિશનની ટીમમાં સામેલ હતા

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, જેણે ભારતના નામમાં એક મોટી સિદ્ધિ ઉમેરી હતી. ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો, જેણે ચંદ્ર પર પોતાના મિશનને સફળ બનાવ્યું. આ સાથે, તે દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો એકમાત્ર દેશ બન્યો. શનિવારે, ISROએ પ્રજ્ઞાન રોવરને 11મા દિવસે નિષ્ક્રિય કરી દીધું. હવે ફરી 14 દિવસ પછી પ્રજ્ઞાન પોતાનું કામ શરૂ કરશે.

આ પણ વાંચો: G20 & India-Argentina Defence Deal/ G-20 સમિટ માટે દિલ્હી આવી રહ્યા છે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ , શું ડિફેન્સ ડીલ પર થશે વાતચીત?

આ પણ વાંચો: LOOT/ અમદાવાદમાં લૂંટારુઓ બેફામઃ નારણપુરામાં ધોળા દિવસે વેપારી લૂંટાયો

આ પણ વાંચો: દુસ્વપ્નના વાવેતર/ માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો