તાપી/ વ્યારા જનક સ્મારક હોસ્પિટલમાં ગરીબો સાથે ઉઘાડી લૂંટ કરતા ડોકટરો, જાણો શું છે સમગ્ર મામલો

એમ તો ડોકટરને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે,પરંતુ ક્યારેક ક્યારેક પૈસાની લાલસામા રક્ષક કઈ રીતે ભક્ષક બને છે તેવો એક કિસ્સો આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લા ના મુખ્ય મથક વ્યારા ખાતે અસ્તિત્વ મા આવ્યો છે.

Gujarat Others
જનક સ્મારક હોસ્પિટલમાં

તાપીની જનક સ્મારક હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી ડોક્ટરો ઉધાડી લૂંટ ચલાવતા હોય તેવી ફરિયાદ સામે આવી છે. જનક સ્મારક હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી ડોક્ટરો સારવારના નામે રૂપિયા લે છે તેવો આરોપ લાગ્યો છે.ગરીબ દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે ગરીબ દર્દીઓ પાસેથી જો રૂપિયા લેવામાં આવતા હોય તો અનેક સવાલો ઉભા થાય છે. મંતવ્ય ન્યૂઝના અમારા સંવાદદાતાએ મામલો ધ્યાન પર આવતા હોસ્પિટલના સંચાલક સાથે વાતચીત કરી હતી.

ગરીબ આદિવાસીઓની સ્વાસ્થ્ય સેવાના નામે સરકાર અને અન્ય લોકો પાસે સહાયતા મેળવતી તાપીના વ્યારાની જનક સ્મારક હોસ્પિટલમાં કઈ રીતે જરૂરતમંદ દર્દીઓ પાસે ડોકટરો દ્વારા ઉઘાડી લુટ થાય છે,તેનો ચોકવનારો કિસ્સો સામે આવ્યો હતી, અને જે અંગે સંચાલકોને પૂછતા એમણે શું કહી તમામ આક્જુષેપોવો ફગાવ્યા હતા ?

એમ તો ડોકટરને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે,પરંતુ ક્યારેક ક્યારેક પૈસાની લાલસામા રક્ષક કઈ રીતે ભક્ષક બને છે તેવો એક કિસ્સો આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લા ના મુખ્ય મથક વ્યારા ખાતે અસ્તિત્વ મા આવ્યો છે.

જ્યા વ્યારામાં કાર્યરત જનક સ્મારક હોસ્પિટલ તાપી જિલ્લાના આદિવાસીઓના સ્વાસ્થ્ય માટે બની હતી,દાતાઓ અને સરકાર સહાયતા થી લોકો ને સસ્તી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા હેતુ થી ચાલતી આ હોસ્પિટલ મા એનો મુખ્ય ઉદેશ્ય ભુલાયો હોય તેવો એક કિસ્સો પ્રકાશ મા આવ્યો છે, જ્યાં આજરોજ હોસ્પિટલ મા સારવાર માટે આવેલા દર્દીઓ પાસે રૂપિયા લઇ સારવાર કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ માં ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણ માં ફંડ અહીં ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શા માટે અહીં રૂપિયા લઈને સારવાર કરાવવા માટે સામાન્ય માણસને મજબૂર કરવામાં આવે છે?? અહીં જો જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ઉજાગર થવાની પણ પુરી સંભાવના રહેલી છે.

અહીં કેશ બારી પર પૈસા ભરી સારવાર માટે ગયેલા દર્દી પાસે ડોકટર એ સારવારના અલગ થી પૈસા માંગ્યા.અને એની કોઈ રસીદ પણ ના આપી.હવે સવાલ એ ઉભો થાય છે કે, જો કોઈ ગરીબ દર્દી પાસે પૈસા નહી હોય તો શુ આ ડોકટર એની સારવાર નહી કરશે?અને શુ હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી ગરીબો ને લૂંટવાના આવા ધંધા હોસ્પિટલ મા થઈ રહ્યા છે? આ અંગે હોસ્પિટલના સંચાલક નો જવાબ લેવામાં આવતા તેમણે તમામ આક્ષેપો ફગાવ્યા હતા, અને ડોક્ટરે તાત્કાલિક ધોરણે કેશબારી પર પૈસા ભરી રસીદ લીધી ત્યારે તેમ જણાવ્યું હતું ત્યારે આવો સાંભળીએ તો એમને શું કહ્યું?

આ પણ વાંચો: ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને મોટી રાહત,મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડ

આ પણ વાંચો:ચકલાસીના વનીપુરામાં BSFના જવાન મેલાજી વાઘેલાની હત્યા, આરોપીએ જવાનની પુત્રીનો વીડિયો કર્યો હતો વાયરલ

આ પણ વાંચો:ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો