રખડતા કૂતરાનો આતંક/ ભાવનગરમાં 4 માસની બાળકી બની કૂતરાનો કોળીયો….

ભાવનગરની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં શેરીમાં રખડતો એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી બાળકીને ઉઠાવી ગયો હતો. પરિવારના અને આસપાસના લોકોએ બાળકીને બચાવી ત્યાં સુધી શ્વાને બાળકીને બચકાં ભરી લીધા હતા.

Gujarat Others
કૂતરા
  • ચિત્રા વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીની ઘટના
  • હિંમત ભાલીયાની બાળકીને કૂતરું ઉઠાવી ગયું
  • બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

રખડતા કૂતરાઓ પણ ક્યારેક જંગલી પ્રાણીઓની જેમ હિંસક બની જાય છે અને આસપાસના લોકો માટે જીવનું જોખમ ઊભું કરી દે છે. આવી જ એક ભયાનક ઘટના ભાવનગરમાં બની હત. અહીં ચિત્રાની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્ય હતો. જેમાં એક કુતરા એ  ઘોડિયામાં ઊંઘી રહેલી ચાર માસની બાળકીને મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ દરમિયાન શ્વાને બાળકીને અનેક બચકાં ભરી લીધા હતા. પરિવારના અને આસપાસના લોકોએ બાળકીને બચાવી ત્યાં સુધી કુતરા એ બાળકીને બચકાં ભરી લીધા હતા. જે બાદમાં બાળકીને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અહીં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

ભાવનગર શહેરમાં અનેક જગ્યા પર શ્વાનનો આતંક ખૂબ વધારે જોવા મળે છે. વારંવાર કુતરાં કરડવાની કે કુતરાંને કારણે અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે. કુતરા ની વસ્તી નિયંત્રમમાં રાખવા માટે ખસીકરણની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ભાવનગરમાં આવી કોઈ કાર્વાહી કરાતી ન હોવાની અને મહાનગરપાલિકા દ્વારા શ્વાનના અતંકને ઓછો કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પાંચ દિવસ પહેલા એક પાંચ મહિનાની બાળકીને રખડાતાં શ્વાને બચકાં ભરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બાળકીને 15 ટાંકા આવ્યા હતા. શહેરના સમતા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો.

આ પણ વાંચો:રાજ્યમાં ભારે વરસાદને કારણે 6 લોકોના મોત, નદી જેવા દેખાવા લાગ્યા અમદાવાદના રસ્તાઓ

આ પણ વાંચો:હવે ગમે એટલી મોટી ગણેશ મૂર્તિની સ્થાપના કરી શકો છો : જાણો રાજ્ય સરકારે ક્યાં નિયંત્રણ દૂર કર્યા

આ પણ વાંચો:વડોદરામાં વરસાદી વિરોધ : લોકોએ ગંદા પાણીમાં બેસી કરી સ્વચ્છતા અને સુવિધાની માગ