Helth/ આ સ્ટ્રેચીંગ કરવાથી શરીરમાં થતા દુઃખાવામાં મળશે રાહત..

કલાકોના કલાકો સુધી ખુરશી પર પગ મૂકીને લોકો બેસી રહેતા હોય છે. આના કારણે પગ પર તણાવ ખૂબ જ વધી જાય છે અને કમર દર્દ, ઘૂંટણમાં દર્દ, પગમાં કમજોરી, સોજો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

Health & Fitness Lifestyle Uncategorized
1 21 આ સ્ટ્રેચીંગ કરવાથી શરીરમાં થતા દુઃખાવામાં મળશે રાહત..

કલાકોના કલાકો સુધી ખુરશી પર પગ મૂકીને લોકો બેસી રહેતા હોય છે. આના કારણે પગ પર તણાવ ખૂબ જ વધી જાય છે અને કમર દર્દ, ઘૂંટણમાં દર્દ, પગમાં કમજોરી, સોજો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યા ઓફીસમાં સતત બેસીને કામ કરતા હોય એ લોકોને વધુ થાય છે. પરંતુ આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે સરળ સ્ટ્રેચિંગ કરી શકો છો કે જે શરીરના નીચલા ભાગની મસલ્સને આરામ પહોંચાડે છે અને મજબૂત બનાવે છે.

સૌથી પહેલા સ્ટ્રેચીંગમાં સીધા જ ઉભા રહેવાનું છે. અને પગના તળીયાને જમીન સાથે ટકાવી રાખો અને પંજાને શક્ય હોય એટલા ખોલવાનો પ્રયત્ન કરો. બંન્ને પંજાની દરેક આંગળી વચ્ચે ગેપ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જેનાથી આંગળીઓ સહિત આખા પગના મસલ્સ સ્ટ્રેચ થાય છે.

બીજી સ્ટ્રેચીંગ ઉભા, ઉભા જ કરવાની છે. આ સ્ટ્રેચીંગમાં પંજાને ઉપરની બાજુએ વાળવાના છે. જેટલું શક્ય હોય એટલું બંન્ને પંજાઓને એકસાથે ઉપર તરફ વાળવાનો પ્રયત્ન કરો. આ જ સ્થિતિમાં થોડો સમય રહો અને પછી આરામ કરો.

ત્રીજું સ્ટ્રેચીંગ ખૂબ જ સરળ છે. દિવાલના સહારે બંન્ને પંજાઓને ટકાવી રાખો. અને એડીઓ જમીન પર જ રાખો. કમરના નીચેના ભાગને સીધો જ રાખો. હવે તળીયાને દિવાલના સહારે દબાવાનો પ્રયત્ન કરો.