અમદાવાદ/ ડોકટર વૈશાલી જોષી આપઘાત કેસમાં ફરાર PI બી.કે. ખાચર થશે હાજર

ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં PI બી.કે. ખાચર આજે હાજર થશે. ડોક્ટરના આપઘાત બાદથી ધરપકડની આશંકાએ PI બી.કે. ખાચર ઘણા દિવસોથી ફરાર છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 15T104757.221 ડોકટર વૈશાલી જોષી આપઘાત કેસમાં ફરાર PI બી.કે. ખાચર થશે હાજર

Ahmedabad News : ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં PI બી.કે. ખાચર આજે હાજર થશે. ડોક્ટરના આપઘાત બાદથી ધરપકડની આશંકાએ PI બી.કે. ખાચર ઘણા દિવસોથી ફરાર છે. PI બી.કે. ખાચર સામે 32 વર્ષીય ડોક્ટર વૈશાલી જોષીને આપઘાતની દુષ્પપ્રેરણા આપવા અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેના બાદ ખાચરે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટમાં પોલીસે અરજદારના જ વકીલને ઠપકો આપતા કહ્યું કે પોલીસ અધિકારી હોવા છતાં તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવતા નથી. હાઈકોર્ટના કડક વલણ બાદ PI બી.કે. ખાચર હાજર થઈ રહ્યા છે.

PI બી.કે. ખાચર અને વૈશાલી જોષી પ્રેમસંબંધ હતો. અને પ્રેમમાં દગો મળવાનું માલૂમ થતા ડોક્ટર વૈશાલીએ 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં જ ઇન્જેકશન આપી આત્મહત્યા કરી હતી. વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં PI બી.કે. ખાચરનું નામ હતું. સુસાઈડ નોટમાં વૈશાલીએ લખ્યું હતું કે તે બી.કે. ખાચર સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ પ્રેમમાં દગો મળતા હું માનસિક તણાવમાં આત્મહત્યા જેવું અંતિમ પગલું લઈ રહી છે. વૈશાલી જોષીએ આત્મહત્યા કરતાં તેની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14માર્ચના રોજ પીઆઈ બી.કે.ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. વૈશાલીના પિતાનું મૃત્યુ થઈ ચૂકયું છે. બી.કે. ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા જ ધરપકડના ભયથી તે ફરાર થયો. કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન બી.કે.ખાચર તરફથી કેસ લડતા વકીલે અરજદાર તરફથી દલીલ કરી કે તે પોલીસ ઓફિસર છે, તેને કોઈ ગુનો કર્યો નથી છતાં તેને ધરપકડનો ભય છે. બંનેની સહમતિથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આવતીકાલે આરોપી તપાસ અધિકારી સમક્ષ ઉપસ્થિત થશે. જ્યારે આગોતરા જામીન પર વધુ સુનાવણી 18 જૂને હાથ ધરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચીસો પાડતા બાળકો સાથે કેવી રીતે વર્તશો

આ પણ વાંચો: તમારા પિતા સાથેના સંબંધો પાર્ટનરની પસંદગીમાં પાયારૂપ નીવડે છે!?

આ પણ વાંચો: બાળકો જૂઠ બોલે છે? કેવી રીતે આદતો સુધારશો