ગુજરાત/ ગુજરાતનાં દરિયાકાંઠેથી 400 કરોડનું ઝડપાયું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ

ગુજરાતમાં એકવાર ફરી ડ્રગ્સને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠેથી ATS ની ટીમે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Top Stories Gujarat Others
ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયુ
  • ગુજરાતનાં દરિયાકાંઠેથી ફરીવાર ઝડપાયું ડ્રગ્સ
  • ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું
  • પાક.બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
  • 6 પાકિસ્તાનીઓની કરાઇ ધરપકડ
  • ઈન્ડિયન કોસ્ટગાર્ડ-ATSનું સંયુકત ઓપરેશન
  • ઈન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરી આપી માહિતી
  • અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઇ
  • જખૌ દરિયાકાંઠેથી 6 પાકિસ્તાનીઓ ઝડપાયા
  • હાલ છ લોકોની કરાઇ પુછપરછ

ગુજરાતમાં એકવાર ફરી ડ્રગ્સને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠેથી ATS ની ટીમે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ / 50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં દરિયાકાંઠેથી ATS ની ટીમે અંદાજે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાની બોટમાંથી મળી આવ્યુ હતુ. જેમા લગભગ 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ATS એ ઝડપ્યો છે. આ બોટમાંથી ATS ની ટીમે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ATS ની સંયુક્ત ટીમે અંજામ આપ્યો છે. આ અંગે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે. જે પાકિસ્તાની બોટમાંથી આ 77 કિલો ડ્રગ્સ ઝડપાયુ તેનું નામ ઓલ હુસૈન હોવાનુ પણ સામે આવ્યુ છે. ATS નાં હાથે હાલમાં 6 પાકિસ્તાની આવ્યા છે પરંતુ તેમને શંકા છે કે આ મામલે વધુ લોકોની સંડોવણી હોઇ શકે છે. આ પહેલા આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ રાજ્યમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો દેવભૂમિ દ્વારકામાંથી સામે આવ્યો હતો, જ્યા કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઇ માર્ગેથી આવતું 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. જે અંદાજે 350 કરોડોની કિંમતનું ડ્રગ્સ હતુ. જેમા 16 કિલો હેરોઇન હતુ. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ હતુ.

આ પણ વાંચો – Kolkata Civic Polls / ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી પંચ પહોંચ્યા, ચૂંટણી રદ કરવાની કરી માંગ…

ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. થોડા દિવસો પહેલા જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતુ, તે પછી દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે જખૌ દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…