Not Set/ કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો

કચ્છનાં નાના રણમાં કોરોના કાળમાં અવર જવર બંધ રહેવાના કારણે ઘુડખર અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થતા અભયારણ્યની આવકમાં મોટો ઘટાડો થયો છે.

Gujarat Others
1 83 કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કચ્છનાં નાના રણમાં કોરોના કાળમાં અવર જવર બંધ રહેવાના કારણે ઘુડખર અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થતા અભયારણ્યની આવકમાં મોટો ઘટાડો થયો છે. અને ગાઇડ-રેસ્ટોરન્ટ માલીકોને પણ ભારે નુકસાન ભોગવવુ પડયુ છે. જેથી આ વિસ્તારનાં લોકો અભયારણ્ય ધમધમતુ થાય એવી રાહ જોઇ રહયા છે.

1 85 કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો

ગુજરાત: ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત હળવદનાં રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું

કચ્છનાં નાના રણમાં એશીયામાં એકમાત્ર જોવા મળતા ઘુડખર વસવાટ કરે છે. ત્યારે કોરોનાકાળમાં બજારો ધંધા રોજગાર બંધ રહેવા સાથે સાથે ઘુડખર અભયારણ્યમાં દર વર્ષ કરતા કોરોના કાળમાં પ્રવાસીઓ મુલાકાત નહી લઇ શકતા 27 લાખ રૂપિયા જેટલુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આમ નાના મોટા વેપારીઓની સાથે સાથે કોરોનાનાં કારણે ઘુડખર અભયારણ્ય પણ પ્રભાવિત થયુ છે. હવે અભયારણ્ય ધમધમતું થાય એવી આજુબાજુનાં રહીશો રાહ જોઇ ૨હ્યા છે. ગાઇડ-રેસ્ટોરન્ટ માલિકોની હાલત કફોડી અભયારણ્યમાં પ્રવાસીઓ નહી આવવાના કારણે આ વિસ્તારમાં કામ કરતા અનેક ગાઇડ, રેસ્ટોરન્ટ માલીકો અને હોટલ માલીકો સહિતનાને ભારે મુશ્કેલી પડી રહી છે.

1 86 કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો

તાઉતેની તબાહી: અહીં મોબાઈલ ટાવર ડિસ ધર ઉપર પડતાં મહિલાનું મોત,  છતાંય નીલ રીપોર્ટ,ધારાસભ્યની મુલાકાત બાદ સહાય ચુકવણી

દેશ વિદેશનાં પ્રવાસીઓની અવર જવર બંધ રહી હતી. જેના કારણે ઘુડખર અભયારણ્ય વિભાગને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 2018-19 નાં વર્ષમાં 17,773 પ્રવાસીઓની 35,10,838 લાખ રૂપિયાની આવક થઇ હતી. ત્યાર બાદ 2019-20 નાં વર્ષમાં 15,927 પ્રવાસીઓની 30,85,961 લાખ રૂપિયાની આવક થઇ હતી અને હાલ કોરોના કાળમાં 2020-21 નાં વર્ષમાં અભયારણ્યની આવક ઘટીને માત્ર 8,13,900 લાખ રૂપિયા જ થઇ છે.

kalmukho str 1 કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો