Not Set/ વધતા જતા સંક્રમણને લઈને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધતા રાજ્યના ઘણા યાત્રા ધામોમાં દર્શન  અને અન્ય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે. બીજી લહેરનો કોરોના વધારે ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થઈ […]

Gujarat Others
Untitled 148 વધતા જતા સંક્રમણને લઈને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધતા રાજ્યના ઘણા યાત્રા ધામોમાં દર્શન  અને અન્ય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે. બીજી લહેરનો કોરોના વધારે ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને કારણે સુપ્રસિદ્ધ અંબાજી મંદિર, પાવાગઢ મંદિરમાં ભક્તો માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે આ નિયમ લેવામાં આવ્યો છે.

યાત્રાધામ અંબાજી મંદિર આવતીકાલથી માઇભકતો માટે બંધ રહેશે. યાત્રિકો માટે દર્શન બંધનો લેવાયો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. 13 એપ્રિલથી 30 એપ્રિલ દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિમાં ભક્તોની ભીડ થતી હોવાથી મંદિર આવતીકાલથી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટીતંત્રનો નિર્ણય છે. માત્ર પૂજારી દ્વારા મંદિરમાં સેવા પૂજા ચાલુ રહેશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ