ડમી કાંડ-તોડ કાંડ/ ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

ડમી કાંડમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. સરકારી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા યુવરાજસિંહ જ તોડબાજ હોવાનો આરોપ તેમના જ નજીકના વ્યક્તિ તથા શિક્ષક બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
Dummy-Kand

ભાવનગરઃ ડમી કાંડમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. Dummy Kand-Tod Kand સરકારી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા યુવરાજસિંહ જ તોડબાજ હોવાનો આરોપ તેમના જ નજીકના વ્યક્તિ તથા શિક્ષક બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો હતો. તેમણે આવા જ એક તોડ પેટે એક કરોડ રૂપિયા લીધા હોવાનું કહ્યું હતું. આ કેસમાં હવે યુવરાજસિંહની તો ધરપકડ થઈ જ છે, પરંતુ તેમના સાળા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

આમ ડમી કાંડમાં એક પછી એક તોડબાજોના નામ બહાર આવી રહ્યા છે. Dummy Kand-Tod Kand યુવરાજસિંહના સાળાને સુરતથી ભાવનગર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કાનભા સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસ આગામી સમયમાં વધુ તપાસ કરશે. ડમી કાંડમાં યુવરાજસિંહ પછી તેના સાળાનું નામ પણ ખૂલ્યુ હતુ. હવે તેમની પણ ધરપકડ કરવામાં આવતા ડમી કાંડ અને પછી તોડ કાંડમાં બીજા મોટા ફણગા ફૂટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં એક પછી એક નામ જેમના બહાર આવી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.

અહીં સૌથી મહત્વની વાત એ છે કે યુવરાજસિંહ શુક્રવારે ભાવનગર એસઓજીમાં હાજર થયા બાદ મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી અને તે પછી મોડી રાત્રે લગભગ દોઢ વાગે ધરપકડ કરવામાં આવી હતી. Dummy Kand-Tod Kand યુવરાજસિંહના સાળા કાનભા પર પણ તોડકાંડમાં સંડોવણીના આરોપ લગાવવામાં આવ્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમી કાંડમાં નામ ન જાહેર કરવાની શરતે તોડકાંડ કરવામાં આવ્યો હોવાના આરોપ મૂક્યા હતા. તેના હેઠળ વિવિધ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. તોડ કાંડમાં યુવરાજસિંહ સાથે તેમના સાળા કાનભાની પણ સંડોવણી હોવાની વાત સામે આવી હતી. હવે તે મામલે તપાસ બાદ શું હકીકત છે તે પોલીસ દ્વારા સામે લાવવામાં આવશે.

યુવરાજસિંહની ભાવનગર એસઓજી કચેરીમાંથી સાડા આઠ કલાક જેટલી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી મોડી રાત્રે કેટલીક માહિતી સામે આવતા યુવરાજસિંહ સામે 388, 386, 120, 120-બી મુજબ કાર્યવાહી કરીને રાત્રે દોઢ વાગે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે આ તપાસમાં ખૂલેલા બીજા નામોની તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચોઃ યુએસ સુપ્રીમકોર્ટ-ગર્ભપાત/ અમેરિકન સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ગર્ભપાતની દવા મિફેપ્રિસ્ટોન પર નહીં લાગે પ્રતિબંધ

આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણી/ ગેહલોતે કહ્યું- દર મહિને 200 સીટો પર થશે અભ્યાસ, સર્વેમાં સરકાર રિપીટ થશે

આ પણ વાંચોઃ રમઝાન ઇદની શુભેચ્છા/ રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદીએ આપી ઇદની શુભકામના