Gujarat/ કોરોનાકાળમાં રાજ્ય સરકારે લોકો પાસેથી વસુલ્યો અધધધ 1.16 અબજનો દંડ

વાત અચરજ અને અરેરાટી બને પમાળે તેવી છે કે, કોરોનાકાળમાં ગુજરાત રાજ્ય સરકારે લોકો પાસેથી મસમોટો અને અધધધ કહી શકાય તેવો 1.16 અબજનો દંડ વસૂલ્યો છે. રાજ્યભરમાંથી

Top Stories Gujarat Others
fine on no mask કોરોનાકાળમાં રાજ્ય સરકારે લોકો પાસેથી વસુલ્યો અધધધ 1.16 અબજનો દંડ
  • કોરોનાકાળમાં રાજ્ય સરકારે વસુલ્યો મસમોટો દંડ
  • સરકારે લોકો પાસેથી 1.16 અબજનો દંડ વસૂલ્યો
  • માસ્ક ન પહેરનારા કુલ 23,64,420 લોકો દંડાયા
  • આરોગ્ય વિભાગના અગ્રસચિવે HCમાં સોગંદનામું રજૂ કર્યું
  • આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના સોગંદનામામાં ખુલાસો

વાત અચરજ અને અરેરાટી બને પમાળે તેવી છે કે, કોરોનાકાળમાં ગુજરાત રાજ્ય સરકારે લોકો પાસેથી મસમોટો અને અધધધ કહી શકાય તેવો 1.16 અબજનો દંડ વસૂલ્યો છે. રાજ્યભરમાંથી કોરોનાનાકાળમાં માસ્ક ન પહેરનારા કુલ 23, 64, 420 લોકો દંડાયા છે. આ માહિતી બીજા કોઇએ નહીં પરંતુ રાજ્યનાં જ આરોગ્ય વિભાગના અગ્રસચિવે આપી છે. અને ગુજરાત આરોગ્ય વિભાગનાં અગ્રસચિવે આ માહિતી HCમાં સોગંદનામું રજૂ કરતા ગુજરાત હાઇકોર્ટને આપી છે. બીલકુલ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના સોગંદનામામાં આ ખુલાસો સામે આવ્યો છે.

Covid-19 / દેશમાં રિકવરી રેટનાં ગ્રાફમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો …

Govt says no need for mask if you are in car alone. But this is why you can still get fined

સમજદાર કહેવાતા ગુજરાતીઓની સમજ ખોવાણી લાગે છે

ઉપર કહ્યુ તે પ્રમાણે વાત અચરજ અને અરેરાટી છોડાવી દે તોવી છે અને એ એટલા માટે કે ગુજરાત જેને એક શિષ્ટ અને સમજદાર લોકોનું એટલે કે વેપારી વૃતીનાં લોકોનું રાજ્ય કહેવામાં આવે છે. કોરોનાનો કહેર વિશ્વ પર ઉતરી રહ્યો છે એ વાત કઇનાં થી પણ છુપાયેલી નથી અને એ પણ વિદિત બાબત છે કે, કોરોનાએ દેશ સહિત વિશ્વભરમાં કરોડો લોકોને પોતાના ભરડામાં લીધા છે અને લાખોનાં જીવ પણ લીધા છે. કોરોનાની દવા હાલ સુધી શોધાણી નથી કે બજારમાં ખુલ્લી રીતે આવી નથી અને કોરોનાથી બચવા માટે એક માત્ર ઉપાય છે કે, માસ્ક પહેરો અને સામાજીક અંતર જાળવો. આટલા સમજદાર કહેવાતા 23,64,420 ગુજરાતીઓ આવાત કા તો સમજ્યા નથી અને કા તો હાથે કરીને નિયમોનું ઉલંઘન કરી રહ્યા હતા. વધુમાં વાત એમ પણ છે કે આટલા લોકો તો પકડાયા માટે દંડાયા, જે પકડાયા નથી એવા કેટલા લોકો હશે ?

Marathon / પાંચ મહિનાની ગર્ભવતી મહિલાએ TCS વર્લ્ડ 10 બેંગ્લોર રેસ 62 મિ…

Delhi COVID-19 Surge: Govt Raises Fine to Rs 2,000 For Those Not Wearing Masks

પોતાનાં અને પોતાનાંઓનાં જીવ સાથે રમત કેમ

ઉપરોક્ત આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે કોરોનાનો ફેલાવો કરવામાં તમામ લોક ભાગીદાર છે અને કોરોના કહેર માટે આપણે તમામ ક્યાંયને ક્યાંય જવાબદાર પણ છીએ જ. આપણે આપણા વહાલાઓની પણ પરવા કર્યા વિના ખોટા દંભમાં રાચતી રહીને માસ્ક ન પહેરીને આપણા સહિત આપણા વહાલાઓનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છીએ……કોઇનાં માટે નહીં આપણા માટે માસ્ક પહેરવું જરુરી છે કોરોના હજુ છે અને દવા આવી ગયા બાદ પણ કદાચ હશે માટે માસ્ક જરુર પહેરો અને પોતાની અને પોતાનાઓની જાનને સુરક્ષીત કરો. બધુ સરકાર નહીં કરે થોડુ તો આપણે પણ કરવુ જ પડશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…