Dussehra 2026/ આજે દશેરાના પાવન પર્વ પર પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને રાવણદહનનો સમય જાણો…

વિજયાદશમીને દશહરા (Dussehra 2026) અથવા દશેરા નામથી પણ ઓળખવામાં આવે છે. દશેરાના દિવસે શમી પૂજન, અપરાજીતાની પૂજા પણ કરવામાં આવે છે.

Trending festival Religious Rashifal Dharma & Bhakti
Dussehra 2026...Dussehra 2026: જાણો રાવણ દહનનું Auspicious મુહૂર્ત અને પૂજા વિધિ, વિજયાદશમીના પર્વનું Amazing ધાર્મિક મહત્ત્વ!

Dussehra 2026: પ્રતિ વર્ષ અશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરા અર્થાત્ વિજયાદશમી (Vijayadashmi 2026, Dussehra 2026)નો તહેવાર આખાયે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આજે પણ તમામ સ્થળોએ આ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાનુસાર, આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાને બુરાઈ પર સારપના વિજયના પ્રતીકરુપે પણ જોવામાં આવે છે. વિજયાદશમીએ દેવી દુર્ગા (Maa Durga)એ મહિષાસુર નામના દાનવ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. વિજયાદશમીને દશહરા અથવા દશેરા નામથી પણ ઓળખવામાં આવે છે. દશેરાના દિવસે શમી પૂજન, અપરાજીતાની પૂજા પણ કરવામાં આવે છે.

ફાફડા-જલેબી દશેરાની પરંપરા
ફાફડા-જલેબી દશેરાની પરંપરા

આ દિવસે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મિષ્ટાન્ન અને ફરસાણ ખાવામાં આવે છે. ગુજરાત (Gujarat)માં ખાસ કરીને ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. માર્કેટમાં ફરસાણની દુકાનોએ આ દિવસે ફાફડા ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે. લોકો ઉત્સાહપૂર્વક ફાફડા-જલેબી (fafda-Jalebi)ખાય છે અને આ પર્વને ઉજવે છે.

દશેરાના દિવસે ભગવાન રામ (Lord Rama)ની સાથે માતા સીતા, લક્ષ્મણજી અને બજરંગબલીની પૂજા-અર્ચના પણ કરવાનું અત્યંત શુભ અને ફળદાયક માનવામાં આવે છે. આજના દિવસે પ્રભુ શ્રી રામની આરાધના કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે અને આનંદ તથા સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. તો જાણીએ કે દશેરાના દિવસે પૂજાનું મુહર્ત કયું રહેશે?

દશેરા 2026 પૂજાનું શુભ મુહૂર્ત (Dussehra 2026 Puja Mahurat)

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની તિથિનો પ્રારંભ 20 ઓક્ટોબરે 12:50 મિનિટે થશે. દશમી તિથિનું સમાપન 21 ઓક્ટોબરે બપોરે 02:11 કલાકે થશે. પૂજા માટેનું વિજય મુહૂર્ત બપોરે 01:59 કલાકથી બપોરે 02:45 કલાક સુધીનું રહેશે. જ્યારે અપરાન્હ પૂજાનો સમય બપોરે 01:14 કલાકથી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે.

Ravan Dahan
Ravan Dahan

વિજયાદશમી 2026 રાવણ દહનનું મુહૂર્ત (Ravan Dahan 2026 Mahurat)

દશેરાના દિવસે પ્રતિ વર્ષ રાવણનું પૂતળું બાળવામાં આવે છે જેને રાવણ દહન કહે છે. આજે અર્થાત્ 20 ઓક્ટોબરે સૂર્યાસ્ત બાદ રાવણ દહન કરવામાં આવશે. 20 ઓક્ટોબરે સાંજે સૂર્યાસ્ત બાદ સાંજે 05:45 કલાકથી 08:30 વાગ્યા સુધીમાં દેશના વિભિન્ન રામલીલા મેદાનોમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે. જો કે, સ્થાનિક રામલીલા મેદાન સમિતિઓના કાર્યક્રમો અનુસાર રાવણ દહનનો સમય નિર્ધારિત હોય છે આથી રાવણ દહન જોવા જતા પહેલાં તમારા શહેરના આયોજનની સાચી માહિતી અવશ્ય મેળવવી.

દશેરાની પૂજા વિધિ (Dussehra Puja Vidhi)

1. દશેરાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ અને શુભ રંગોના વસ્ત્રો ધારણ કરવા.

2. પૂજા સ્થાન પર ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરવી.

3. ત્યાર બાદ વિધિ-વિધાન પૂર્વક ભગવાનની પૂજા કરવી.

4. સાથે માતા દુર્ગાની પૂજા પણ અવશ્ય કરવી.

Dussehra Puja
Dussehra Puja

5. દેવી-દેવતાઓને કુમકુમ, ચંદન, પુષ્પ અને નૈવેદ્ય ધરાવવું.

6. ત્યારબાદ હવન અને આરતી કરવી.

7. પૂજા કર્યા બાદ સૌને પ્રસાદ વહેંચવો.

8. અંતે સાયંકાળે રાવણદહન કરવું અથવા એમાં ભાગ લેવો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ક્યારે મનાવવામાં આવશે વિજયાદશમી…20 કે 21 ઓક્ટૉબર?…જાણો રાવણ દહનનું શુભ મુહૂર્ત…

આ પણ વાંચો: વિજયાદશમીએ ભગવાન શ્રીરામને આ વસ્તુઓનો પ્રસાદ ધરાવો…ઘરમાં જળવાશે સુખ-સમૃદ્ધિ!

આ પણ વાંચો: વિજયાદશમી નિમિતે રાવણનું કુળ અને મૂળ શું હતું ? જાણો