Not Set/ હિંમતનગરમાં વિજયા દશમીની ભવ્ય ઊજવણી

હિંમતનગર, નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે. ત્યારે  હિમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદ અને નગરપાલિકા ધ્વારા શહેરના રામજી મંદિરમાં […]

Ahmedabad Gujarat Trending

હિંમતનગર,

નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે.

આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે. ત્યારે  હિમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદ અને નગરપાલિકા ધ્વારા શહેરના રામજી મંદિરમાં અને પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે અધિકારીઓ ધ્વારા શાત્રોક્ત વિધિ સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

બપોરે શહેરના રામજી મંદિરથી રાવણને દહન કરવા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી યુવાનોએ અવનવા કરતબો બતાવ્યા હતા. જેમા જયશ્રીરામના નાદ સાથે શહેરના માર્ગો પર થઈને મોડી સાંજે હિમતનગરના હાથમતી નદી કિનારે પહોચી હતી જ્યાં દશ માથાવાળો 38 ફૂટનો બનાવેલ રાવણનું દહન કરવામાં આવ્યું હતું.નગરપાલિકા પ્રમુખના વરદ હસ્તે રાવણ દહન કરવામાં આવ્યું હતું.