સુરત SOG પોલીસ દ્વારા બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે મેક્સ ટેટુ નામની એક દુકાનમાં રેડ કરી હતી. અને આ દુકાનમાંથી પોલીસને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરની ઇ-સિગારેટ મળી આવી હતી. પોલીસ દ્વારા મેક્સ ટેટુ નામની દુકાનમાંથી ઇ સિગારેટના જથ્થા સાથે જશ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી છે. શખ્સ પાસેથી 15 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અડાજણ વિસ્તારમાં એલપી સવાણી જલારામ મંદિર પાસે આવેલી સુત્રાલી સોસાયટીના 11 નંબરના બંગલામાં દરોડા પાડીને 221 નંગ ઇ સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને પોલીસે આ રેડ દરમિયાન આરોપી વિકાસ ઉર્ફે વિકી મોદીની ધરપકડ કરી છે. તેમજ પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ એસઓજી દ્વારા મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુરત શહેર SOG પોલીસ દ્વારા બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે મેક્સ ટેટુ નામની એક દુકાનમાં રેડ કરી હતી અને આ દુકાનમાંથી પોલીસને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરની ઇ-સિગારેટ મળી આવી હતી. પોલીસ દ્વારા મેક્સ ટેટુ નામની દુકાનમાંથી ઇ-સિગારેટના જથ્થા સાથે જશ મિસ્ત્રી નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 15,01,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સુરત SOG પોલીસે અડાજણ વિસ્તારમાં એલપી સવાણી જલારામ મંદિર પાસે આવેલી સુત્રાલી સોસાયટીના 11 નંબરના બંગલામાં દરોડા પાડીને 221 નંગ ઇ સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે આ રેડ દરમિયાન આરોપી વિકાસ ઉર્ફે વિકી મોદીની ધરપકડ કરી છે અને પોલીસે 2,31,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો:અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડાતો માર્ગ બિસ્માર હાલતમાં, વડાપ્રધાને કર્યુ હતુ લોકાર્પણ
આ પણ વાંચોમેટ્રો સ્ટેશન નં-6ના નિર્માણની કવાયત, 1233 ચોરસ મીટર જગ્યામાં બનાવાશે બિલ્ડિંગ
આ પણ વાંચો:દ્વારકામાં પ્રાંત અધિકારીને કુહાડા વડે મારી નાખવાની ધમકી
