Not Set/ સવારે વહેલા ઉઠવાના છે અનેક ફાયદાઓ, જાણી લો શું છે એ ફાયદાઓ!!!

સવારના સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ વ્યક્તિ સ્વસ્થ રહે છે એવું આપણા  શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત જાળવવી જોઈએ. વહેલા ઉઠવાના ફાયદા વહેલા ઉઠવાથી […]

Health & Fitness
Surprising Benefits of Waking up Early સવારે વહેલા ઉઠવાના છે અનેક ફાયદાઓ, જાણી લો શું છે એ ફાયદાઓ!!!

સવારના સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ વ્યક્તિ સ્વસ્થ રહે છે એવું આપણા  શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત જાળવવી જોઈએ.

How to wake up early in the morning સવારે વહેલા ઉઠવાના છે અનેક ફાયદાઓ, જાણી લો શું છે એ ફાયદાઓ!!!

વહેલા ઉઠવાના ફાયદા

  • વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો. વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે. મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે.
  • સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. જ્યારે મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી. રોજનાં કામો પણ સમયસર પતી જવાને કારણે ઘાઈ નથી થતી. આને કારણે ખાસ કરીને મહિલાઓમાં ઓછું સ્ટ્રેસ ફીલ થાય છે અને મૂડ સુધરે છે.
  • સવારે વહેલા ઊઠવાથી આખા દિવસ માં સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે. મોડા ઊઠનારાઓ સુસ્તીને કારણે કામ મોડું શરૂ કરે છે. એ પછીથી કામનો ભરાવો થતા સ્ટ્રેસ અનુભવે છે અને ઓવરઓલ ઓછી પ્રોડક્ટિવિટી ધરાવે છે.
  • સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.

વહેલા ઊઠી શકાય માટે શું કરવું?

  • જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ.
  • સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું. એને બદલે પહેલા અઠવાડિયે પોણાનવ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાડાઆઠે અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો.
  • જો તમને રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું જોઈએ. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું.
  • સવારે  ઊઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું, જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે.