સુરેન્દ્રનગર/ ધ્રાંગધ્રા તાલુકાનાં ધરતીપુત્રો ને વાવાઝોડા થી ઉનાળુ ઊભા પાકમાં નુકશાન

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ધરતીપુત્રો ને ચિંતા માં વધારો થયો છે હાલ ખેડૂતો ને ઉનાળું તલ હજુ ખેતરમાં ઉભા છે તેનો સોથ વળી જવા પામ્યો છે તેની સાથે લીલો ઘાસચારો પણ તમામ જમીન દોસ્ત થઇ ગયો છે બાગાયત નાં ખેડૂતો ને મોટું નુક્સાન થવા પામ્યું છે જેમાં સરગવા […]

Gujarat Others
Untitled 243 ધ્રાંગધ્રા તાલુકાનાં ધરતીપુત્રો ને વાવાઝોડા થી ઉનાળુ ઊભા પાકમાં નુકશાન

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ધરતીપુત્રો ને ચિંતા માં વધારો થયો છે હાલ ખેડૂતો ને ઉનાળું તલ હજુ ખેતરમાં ઉભા છે તેનો સોથ વળી જવા પામ્યો છે તેની સાથે લીલો ઘાસચારો પણ તમામ જમીન દોસ્ત થઇ ગયો છે બાગાયત નાં ખેડૂતો ને મોટું નુક્સાન થવા પામ્યું છે જેમાં સરગવા નાં છોડ લીંબુ અને દાડમ માં મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

જ્યારે કપાસ નાં આગોતરા આયોજન માટે જે જમીન તૈયાર કરવામાં આવી હતી તે વરસાદ પડતાં ફરી વખત મોંઘા ભાવ નાં ડીઝલ પુરાવી ટ્રેક્ટર ચલાવવાની નોબત આવી છે ખેડૂતો ઉપર આ વાવાઝોડું કાળ બની ત્રાટકતાં ખેડૂત ચિંતાતૂર બન્યા છે હજું સુધી બિયારણ બજાર માં કપાસ નું આવેલ નથી ખાતર માં ભાવવધારો પાક વિમો અને ત્રણ કૃષિ કાળા કાયદા સામે લડતો ધરતીપુત્ર વાવાઝોડા થકી પાયમાલ થઈ જવા પામ્યો છે ત્યારે સરકાર ને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી ચૂકવવામાં આવે