Earthquake in Uttarkashi/ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.9ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનોમાં તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી

Top Stories India
Earthquake in Uttarkashi

Earthquake in Uttarkashi;    ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનોમાં તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી અંદર હતું.ઉત્તરાખંડના જોશીમઠ ઉપરથી આફત અટકવાનું નામ નથી લઈ રહી. જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે ગુરુવાર-શુક્રવારે બપોરે 2.12 વાગ્યે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. હાલમાં આના કારણે કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર   (Earthquake in Uttarkashi) જોશીમઠથી 250 કિમી દૂર હતું. જોકે ભૂકંપના આંચકા જોરદાર નહોતા. પરંતુ એવી આશંકા છે કે આ આંચકા જોશીમઠની ડૂબતી જમીનને વધુ નુકસાન પહોંચાડી શકે છે.આ પહેલા 19 ડિસેમ્બરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં  (Earthquake in Uttarkashi) 13 જાન્યુઆરી ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી છે. સારી વાત એ છે કે આંચકાને કારણે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ, ઉત્તરાખંડના જોશીમઠમાં જ્યાં એક તરફ જમીન ધસી પડવાની અને તિરાડો પડવાની પ્રક્રિયા સતત વધી રહી છે, તો બીજી તરફ ઉત્તરકાશીમાં આવેલા ભૂકંપના કારણે લોકોની ચિંતા વધુ વધી ગઈ છે. જોકે ભૂકંપનું કેન્દ્ર જોશીમઠથી 250 કિમી દૂર હતું. આ ધ્રુજારી તીવ્ર ન હતી પરંતુ એવી આશંકા છે કે આ આંચકા જોશીમઠની ડૂબતી જમીનને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

આગ/પાદરા જાસપુર રોડ પાસે કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

Cold in Gujarat/રાજ્યમાં શીત લહેર સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું,હવામાન વિભાગે આપી આ ચેતવણી