ED raids/ પશ્ચિમ બંગાળમાં દરોડો પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલો

અધિકારીઓના જણાવ્યા મુજબ ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ રકમ અને પર્સ પણ લઈ લીધા હતા. તે સિવાય તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

India
ઈડી

@નિકુંજ પટેલ

પશ્ચિમ બંગાળમાં કોરોના દરમિયાન કથિતપણે થયેલા હજારો કરોડના રેશનીંગ કૌભાંડમાં ઈડીએ શનિવારે ટીએમસીના નેતા શંકર અધ્યની ધરપકડ કરી હતી. તે પહેલા અન્ય અન્ય એક આરોપી અને ટીએમસીના નેતા શેખ સાહજહાની પણ દરપકડ કરી હતી. જેના વિરોધમાં આ નેતાઓના સમર્થકોએ જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં ત્રણ અધિકારીઓને ગંબીર ઈજા પહોંચી હતી.

ઈડીએ 5 જાન્યુઆરીના રોજ રેશનીંગ કૌભાંડ સંદર્ભે રાજ્યના 15 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઈડીની ટીમે નોર્થ 24 પરગણા જીલ્લાના સંદેશખાલી ગામમાં શેખ શાહજહા અને શંકર અધ્યના ઘર ઉપર દરોડો પાડ્વા ગઈ હતી. જેમાં તેમના સમર્થકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અંદાજે 800 થી 1000 લોકોના ટોળાએ હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કર્યો હતો. ટોળા પાસે લાકડીઓ, પથ્થરો, ઈંટો જેવા હથિયાર હતા. આ હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ રકમ અને પર્સ પણ લઈ લીધા હતા. તે સિવાય તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

ન્યુઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ શાહજહાના ઘરનું તાળુ તોડવામાં આવી રહ્યું હતું ત્યારે ટોળાએ હુમલો કર્યો હતો. તે પહેલા શાહજહાને બોલાવવા માટે ફોન કરવામાં આવ્યા હતા પરંતુ તે આવ્યા ન હતા. જીલ્લાના એસપી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પણ વાત કરી ન હતી,.

શેખ શાહજહાં નોર્થ 24 પરગણા જીલ્લા પરિષદના મત્સ્ય અને પશુ સંશાધન અધિકારી અને ટીએમસીના બ્લોક અધ્યક્ષ પણ છે. તેઓ મમતા બેનરજી સરકારમાં વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના નજીકના વ્યક્તિ ગણાય છે. ઈડી રેશનિંગ કૌભાંડમાં 27 ઓક્ટોબર 2023ના રોજ જ્યોતિપ્રિય મલિકની ધરપકડ થઈ હતી.

બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ઈડી પર થયેલા હુમલા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હુમલાને ખતરનાક ગણાવીને આ ઘટના ચિતાજનક અને નિંદાપાત્ર હોવાનું કહ્યું હતું. લોકતંત્રમાં સભ્ય સરકારનું કર્તવ્ય આ પ્રકારની ગંસા રોકવાનું છે. તેમણે કોઈ સરકાર પોતાના મુળભૂત કર્તવ્યમાં નિષ્ફળ રહે તો ભારતનું બંધારણ પોતાનું કામ કરશે. રાજ્યપાલે ડીજીપી અને ગૃહ સચિવ સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી..

બીજી તરફ ભાજપે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી મમતા બેનરજીની રાજીનામાની માંગણી કરી છે. ઉપરાંત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી હતી. ભાજપના નેતા સુવેન્દ્રુ અધિકારીએ ઈડીની ટીમ પર હુમલાવી નિંદા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી ગઈ છે. આ હુમલો દર્શાવે છે કે રોહીંગ્યા રાજ્યમાં કાયદો વ્યવસ્થા સાથે શુ કરી રહ્યા છે. અમે ગૃહમંત્રી અમિત શાહ પાસે ઘટનાની તપાસ એનઆઈએ પાસે કરાવવાની માંગણી કરી છે.

કેન્દ્રીય મંત્રી નિશીધ પ્રામાણિકે કહ્યું હતું કે કોઈપણ રાજ્યમાં કેન્દ્રીય એજન્સી પર હુમલાથી વધુ અપમાનજનક કઈ પણ ન હોઈ શકે. આ ફક્ત ટીમ નહી પરંતુ સમગ્ર સંવિધાન, દેશના ઢાંચા પરનો હુમલો છે. પશ્ચિમ બંગાળમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.
ઈડી પર હુમલાને લઈને કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ઈડી અધિકારીઓ પર સત્તાપક્ષની સરકારના ગુંડાઓના હુમલા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીજ નથી. બીજીતરઉ હુમલા સંદર્ભે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે તેમને હજીસુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઈડીનું કહેવું છે કે કોવિડ-19 વોકડાઉન દરમિયાન રાજ્યમાં સાર્વજનિક વિતરણ પધ્ધતિમાં ઘણા ગોટાળા થયા છે. રાશન વિતરણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. તે સમયે જ્યોતિપ્રિય મલિક ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી હતી. ઈઢીએ જ્યોતિપ્રિય મલિકના ખાસ અને વિઝનેસમેન બકીબુર રહેમાનની 14 ઓક્ટોબર 2023 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રહેમાને રાશન વિતરકોને સપ્લાય કરવાના ચોખા અને ઘંઉ બજારમાં વેતી દીધા હોવાનો તેમની પર આરોપ છે. તેમની ધરપકડ બાદ 26 ઓક્ટોબરે જ્યોતિપ્રિય મલિકના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાદમાં 27 ઓક્ટોબરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઈડીના જણાવ્યા મુજબ રહેમાને 2004માં એક ચોખાની મિલના માલિકના રૂમમાં પોતાની કારકીર્જી શરૃ કરી હતી. બાદમાં બે વર્ષમાં ત્રણ કંપનીઓ ઉભી કરી લીધી હતી. 2020 સુધીમાં 13 કંપનીના ડાયરેક્ટર બની ગયા હતા. રહેમાન કેટલીય હોટેલો, ર્સોર્ટ અને બારના માલિક છે. ઈડીને રહેમાનની સરકારી ઓફિસમાંથી 100 થી વધુ દસ્તાવેજ મળ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ રહેમાનની કંપનીઓમાં 50 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેઓ રાશન વિભાગના અધિકારીઓ સાથે મળીને એક કૌભાંડ ચલાવતા હતા. જેના આધારે જ તેમણે ગેરકાયદે રાશન વેચીને નાણાની હેરાફેરી કરી હતી. ત્યારબાદ તે જ પૈસાથી કોલકાતા અને બેંગલુરૂમાં અનેક ઠેકાણે હોટેલ અને બાર ખોલ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:mp news/ભોપાલના ‘ગેરકાયદેસર’ ગર્લ્સ હોમમાંથી 26 છોકરીઓ ગુમ, આ રીતે સામે આવ્યો મામલો

આ પણ વાંચો:ઉત્તર પ્રદેશ/માતા-પિતાને ઊંઘની ગોળીઓ આપીને રાત્રે બોયફ્રેન્ડને ઘરે બોલાવતી હતી છોકરી, આ રીતે ખુલ્યું રહસ્ય

આ પણ વાંચો:Aditya L1 Updates/આદિત્ય L1 આજે અંતિમ ભ્રમણકક્ષામાં ન પહોંચે તો શું થશે? ઈસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું….