ગુજરાત/ સુરતમાં જ્વેલર્સ પર EDનું સર્ચ,આટલા કરોડ રૂપિયા વિદેશ મોકલ્યાની શંકા

સુરત શહેરમાં જતીન વિસ્તારમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડાયમંડ પાર્કમાં EDએ એન્ટ્રી કરી હતી ઈડી દ્વારા શરણમ જ્વેલર્સ એલએલપીમા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 10 4 સુરતમાં જ્વેલર્સ પર EDનું સર્ચ,આટલા કરોડ રૂપિયા વિદેશ મોકલ્યાની શંકા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં જતીન વિસ્તારમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડાયમંડ પાર્કમાં EDએ એન્ટ્રી કરી હતી ઈડી દ્વારા શરણમ જ્વેલર્સ એલએલપીમા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો આ સર્ચમાં આયાત અને નિકાસની કરોડોની એન્ટ્રીઓ મળી આવી હતી.

સુરતમાં એસઈ ઝેડ ખાતે શરણમ જ્વેલર્સ એલએલપી એક યુનિટ ચલાવે છે અને જેમસ એન્ડ જ્વેલરીની આયાત નિકાસ કરે છે EDને નજીકના સૂત્રો પાસેથી જાણકારી મળી હતીનકે આ કંપની ભારતની બહાર હૂંડિયામણ મોકલવામાં શામેલ છે. જે અંતર્ગત બે વર્ષની આયાત અને નિકાસ તપાસતા 3700 કરોડની નોંધાઇ હતી.

જેથી EDની શંકા દ્રઢ બની હતી.જેથી એસઈ ઝેડ માં સર્ચ કર્યું હતું.જેમાં 1.14 કરોડના બેલેન્સ  સાથે સંકળાયેલી સંસ્થાના બેન્ક ખાતા ED દ્વારા સિઝ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ હિસાબના ચોપડા તપાસતા તેમાંથી 520 કરોડ નો સ્ટોક ક્લોઝિંગ દર્શાવવામાં આવ્યો હતો.

EDએ એકજ સાથે શરણમ જવેલર્સના પ્રમોટરની અમદાવાદ ,સુરત અને UAE ખાતે આવેલી ઓફિસો માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ હાથ ધરી હતો.આ તપાસ માં ભારત માંથી વિદેશ માં હૂંડિયામણ મોકલતા હોવાના પુરાવા મળી આવ્યા હતા. સમગ્ર મામલે  EDએ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે .જેમાં આયાત અને નિકાસની આડમાં 5 હજાર કરોડ થી વધુ ની એન્ટ્રી મળી આવી છે.હાલ ઈડી દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેડ 1999 ના ફોરેન એકચેન્જ મેનેજમેન્ટ ની જોગવાઈ હેઠળ ઈડી એ કામગીરી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: