Food Processing Sector/ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કૃષિ મંત્રીશ્રીની હાજરીમાં આઠ MoU થયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં  એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MoU કરવામાં આવ્યા હતા.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 11T160234.062 એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કૃષિ મંત્રીશ્રીની હાજરીમાં આઠ MoU થયા

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં  એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MoU કરવામાં આવ્યા હતા.

અસનદાસ એન્ડ સન્સ પ્રા. લી. દ્વારા મહેસાણા ખાતે રૂ. ૧,૧૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. આ ઉપરાંતભીતર એન્ટરપ્રાઇઝ પ્રા. લી. દ્વારા ગુજરાત રાજ્યમાં ૫૦૦ કરોડનું રોકાણ કરશે. :ટાઈડી એગ્રોસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. ૪૦૦ કરોડનું રોકાણ કરવાના એમઓયુ કર્યા છે. ગ્રેઇનસ્પાન ન્યુટ્રિઅન્ટ્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૩૭૫ કરોડનું નોંધપાત્ર રોકાણ કરશે. સંસ્ટાર લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના છે.

આ ઉપરાંત જે.એમ. કોકોનટ પ્રોડક્ટ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્યમાં રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. મેક પટેલ ફૂડ્સ પ્રા. લિ. દ્વારા મહેસાણામાં રૂ. 150 રોડનું રોકાણ કરવાનું આયોજન અને આરપીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા ગુજરાતમાં રૂ. 140 કરોડનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ