Not Set/ ઈરાને અમેરિકાનાં સૈન્ય ઠેકાણાને એકવાર ફરી બનાવ્યું નિશાન, 4 મિસાઇલ ફાયર કરી

કુદ્સ સેનાનાં કમાન્ડર કાસિમ સુલેમાનીની મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધતો જ રહ્યો છે. ઇરાન ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથક પર મિસાઇલ હુમલો સતત કરી રહ્યુ છે. રવિવારે ઇરાને ફરીથી અમેરિકા પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. તેણે ઇરાકનાં સૈન્ય મથક પર 4 મિસાઇલો ફાયર કરી છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી […]

Top Stories World
1578854078 image ઈરાને અમેરિકાનાં સૈન્ય ઠેકાણાને એકવાર ફરી બનાવ્યું નિશાન, 4 મિસાઇલ ફાયર કરી

કુદ્સ સેનાનાં કમાન્ડર કાસિમ સુલેમાનીની મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધતો જ રહ્યો છે. ઇરાન ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથક પર મિસાઇલ હુમલો સતત કરી રહ્યુ છે. રવિવારે ઇરાને ફરીથી અમેરિકા પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. તેણે ઇરાકનાં સૈન્ય મથક પર 4 મિસાઇલો ફાયર કરી છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ હુમલામાં કેટલી જાનહાની થઈ છે.

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઇરાને ઇરાકનાં અલ-બલાદ એરબેઝ પર યુએસ સૈન્ય મથક ઉપર 8 રોકેટ ફાયર કર્યા છે, જેમાં 4 લોકો ઘાયલ થયા છે. અલ-બલાદ એરબેઝ ઇરાકનાં એફ -16 લડાકુ વિમાનોનો મુખ્ય એરબેઝ છે. લશ્કરી સૂત્રોએ એએફપીને જણાવ્યું હતું કે બેસમાં અમેરિકન એરફોર્સ અને કોન્ટ્રાક્ટરોની એક નાની ટુકડી હતી. પરંતુ યુએસ અને ઈરાન વચ્ચેનાં તણાવને કારણે છેલ્લા બે અઠવાડિયાથી મોટાભાગનાં લોકો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

વળી, ઇરાની રક્ષકોનું કહેવું છે કે તેમના 8 મી જાન્યુઆરીનાં હુમલાનો હેતુ અમેરિકન સૈનિકની હત્યા કરવાનો નહોતો. દરમિયાન, આ મિસાઇલ હુમલાની વચ્ચે, યુક્રેનિયન વિમાન ક્રેશ થયું, જેમાં 176 મુસાફરોના મોત નીપજ્યાં. શરૂઆતમાં ઈરાન આ વાતને માનવાની ના કહે છે કે તેની મિસાઇલ વિમાન દુર્ઘટનાનું કારણ બની હતી, પરંતુ પાછળથી કહ્યું હતું કે આ દુર્ઘટના દુર્ભાગ્યને કારણે તેમની મિસાઇલને કારણે થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.