Not Set/ પાટડીનાં ઝેઝરીમાં આઠ રાઉન્ડ ફાયરીંગ, એક મહિલા સહિત 3 ઘાયલ

પાટડીના ઝેઝરી ગામે એક જ કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા પાંચથી સાત શખ્સોએ આવેશમાં જઇને આઠ રાઉન્ડ ફાયરીંગ કરતા એક મહિલા સહિત કુલ 3 લોકો ઘવાતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

Gujarat Others
તાઉતે વાવાઝોડું 88 પાટડીનાં ઝેઝરીમાં આઠ રાઉન્ડ ફાયરીંગ, એક મહિલા સહિત 3 ઘાયલ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

પાટડીના ઝેઝરી ગામે એક જ કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા પાંચથી સાત શખ્સોએ આવેશમાં જઇને આઠ રાઉન્ડ ફાયરીંગ કરતા એક મહિલા સહિત કુલ 3 લોકો ઘવાતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી, બજાણા, પાટડી અને ધ્રાંગધ્રા પોલિસના ઝેઝરીમાં ધામા નાખ્યાં હતા.

ગુજરાત: દેવળીયા નજીકથી સાડા ત્રણ લાખથી વધુનાં મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો

પાટડી તાલુકાના ઝેઝરી ગામે અેક જ કોમના કેટલાક લોકો સામે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા ઝેઝરી ગામના પાંચથી સાત જેટલા શખ્સોએ ધોળા દિવસે સમી સાંજે એક મહિલા સહિત કુલ 3 લોકો સામે પગમાં ફાયરીંગ કરતા એ ત્રણેયને સારવાર અર્થે તાકીદે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઝેઝરી ગામે ફાયરીંગ બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છુટ્યાં હતા. પાટડીના ઝેઝરી ગામે ફાયરીંગની ઘટના બાદ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા, સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતની એલસીબી ટીમ, બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતની પોલિસ ટીમ તથા પાટડી અને ધ્રાંગધ્રા પોલિસ ટીમે તાકીદે ઝેઝરી ગામે દોડી જઇ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ ચલાવી રહી છે.

kalmukho str 20 પાટડીનાં ઝેઝરીમાં આઠ રાઉન્ડ ફાયરીંગ, એક મહિલા સહિત 3 ઘાયલ