Not Set/ દિગ્વીજય સિંહ પર પરોક્ષ રીતે આપેલા વિવાદિત નિવેદન પર પ્રજ્ઞા ઠાકુરને ચુંટણીપંચે આપી ક્લિનચીટ

નવી દિલ્હી , ભાજપની ભોપાલથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચુંટણીપંચે એક મોટી રાહત આપી છે. થોડા દિવસ પહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સીહોરમાં પ્રચાર અભિયાન દરમિયાન વિપક્ષીય પાર્ટી કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વીજય સિંહને પરોક્ષ રીતે આતંકી કહેવા પર તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે આ નિવેદનને સીહોરનાં કલેક્ટરે ક્લિનચીટ આપી દીધી છે. ભોપાલથી ભારતીય […]

Top Stories India Politics
pragya thakur દિગ્વીજય સિંહ પર પરોક્ષ રીતે આપેલા વિવાદિત નિવેદન પર પ્રજ્ઞા ઠાકુરને ચુંટણીપંચે આપી ક્લિનચીટ

નવી દિલ્હી ,

ભાજપની ભોપાલથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચુંટણીપંચે એક મોટી રાહત આપી છે. થોડા દિવસ પહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સીહોરમાં પ્રચાર અભિયાન દરમિયાન વિપક્ષીય પાર્ટી કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વીજય સિંહને પરોક્ષ રીતે આતંકી કહેવા પર તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે આ નિવેદનને સીહોરનાં કલેક્ટરે ક્લિનચીટ આપી દીધી છે.

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર જ્યારથી ચુંટણી મેદાનમાં ઉતરી છે ત્યારથી તેને લઇને કોઇને કોઇ વિવાદ ઉભો થઇ રહ્યો છે. તાજેતરમાં તેના સીહોરમાં આપેલા એક નિવેદન પર વિવાદ ઉભો થયો હતો. જેમા તેણે કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વીજય સિંહને પરોક્ષ રીતે આતંકી કહ્યા હતા. જે નિવેદન બાદ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરે સીહોરનાં કલેક્ટર પાસે રિપોર્ટ માંગી હતી. રિપોર્ટ મુજબ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોઇ વ્યક્તિનું નામ લીધુ નથી અને જાહેર પણ નથી કે તેણે કોઇ વ્યક્તિ માટે આંતકી શબ્દનો પ્રયોગ કર્યો હોય.

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં જોડાયા બાદ સતત વિવાદોમાં બની રહી છે. આ પહેલા પ્રજ્ઞા ઠાકુરનાં ગૌ મુત્ર નિવેદન પર પણ તેની ઘણી આલોચનાઓ થઇ હતી. જેમા તેણે કહ્યુ હતુ કે, ગૌ મુત્રથી તેણે પોતાની કેંસરની બિમારી ઠીક કરી હતી.