Election Commision/ સવારે 6 થી 10 વાગ્યા સુધી પ્રચારની છૂટ, પદયાત્રા પરનો પ્રતિબંધ દૂર; ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા

ભારતના ચૂંટણી પંચે શનિવારે ચૂંટણી પ્રચારને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ પદયાત્રા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પ્રચારનો સમય પણ વધારીને બે કલાક કરવામાં આવ્યો છે.

Top Stories India
પદયાત્રા સવારે 6 થી 10 વાગ્યા સુધી પ્રચારની છૂટ, પદયાત્રા પરનો

ભારતના ચૂંટણી પંચે શનિવારે ચૂંટણી પ્રચારને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ પદયાત્રા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પ્રચારનો સમય પણ વધારીને બે કલાક કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો તમામ વર્તમાન સૂચનાઓને અનુસરીને સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન હવે 14 ફેબ્રુઆરીએ થવાનું છે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ અંગે રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે.

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ સહિત પાંચેય ચૂંટણી રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં મોટી છૂટછાટ આપી છે. હવે ઉમેદવારો સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે. અત્યાર સુધી સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવતી હતી. આ ઉપરાંત રેલી સ્થળની ક્ષમતાના 50% ભીડ સાથે પણ રેલી યોજી શકાશે. મર્યાદિત સમર્થકો સાથે પદયાત્રાને પણ મંજૂરી આપવામાં આવી છે.

Security lapses / PM મોદીની સુરક્ષામાં ચૂક, કાફલામાં સામેલ એમ્બ્યુલન્સમાંથી ડોક્ટરોની ટીમ ગુમ

‘પુષ્પા’નો ક્રેઝ / છ મીટરની સાડી પર ‘પુષ્પા’ની પ્રિન્ટ, સેમ્પલ જોઈ મળ્યા અનેક ઓર્ડર

ઉડતા ગુજરાત / ગુજરાતનાં દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ, કિંમત છે કરોડો રૂપિયા