Not Set/ કોરોનાથી પરેશાન હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગને વ્હારે આવ્યું ચૂંટણીપંચ

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. ત્યારે ઘણા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. જેમાં એક છે હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગ.

Trending Business
વ૨ 9 કોરોનાથી પરેશાન હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગને વ્હારે આવ્યું ચૂંટણીપંચ

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. ત્યારે ઘણા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. જેમાં એક છે હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગ. પરંતુ આ ઉદ્યોગને ચૂંટણી પંચની મહેરબાનીથી વેગ મળ્યો છે. કોરોના કાળમાં સંકટનો સામનો કરી રહેલા ઘરેલું હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગને વિધાનસભાની ચૂંટણીઓથી મોટો વેગ મળ્યો છે. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે આ પહેલીવાર છે જ્યારે પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને આસામ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં હેલિકોપ્ટરની ભારે માંગ છે. આ રાજ્યોના નાના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ભારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.

Karnataka Elections: BJP stars heli-hop while Congress netas hit the road -  Campaign pattern | The Economic Times

આ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં રાજકીય પક્ષો કારની જેમ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે, પરંતુ અન્ય રાજ્યોમાં પરિસ્થિતિ જુદી છે. રોટરી વિંગ સોસાયટી ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન રિજનના પ્રેસિડેન્ટ કેપ્ટન ઉદય ગિલીએ કહ્યું કે પરંપરાગત રીતે દક્ષિણના રાજકારણીઓ રોડ-શો કરી રહ્યા છે. પરંતુ આ વખતે 10 થી 12 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં 20 થી વધુ હેલિકોપ્ટર ઉપયોગમાં છે. આ વખતે નાના નેતાઓ પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.

Belaganj constituency of Bihar elects Surendra Prasad Yadav of RJD

90 ટકા હેલિકોપ્ટર ચૂંટણીમાં રોકાયેલા છે

ચાર્ટર કંપની એમએબી એવિએશન પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મંદેરે ભરાડે જણાવ્યું હતું કે દેશના લગભગ બે ડઝન ડબલ-એન્જીન હેલિકોપ્ટરમાંથી 90 ટકા હાલમાં ચૂંટણીમાં વ્યસ્ત છે. જોકે, સિંગલ એન્જિન હેલિકોપ્ટરની વધારે માંગ નથી. આનું કારણ એ છે કે રાજ્યના કેબિનેટ મંત્રીઓ માટે પણ ટ્વીન એન્જિન હેલિકોપ્ટર ફરજિયાત બનાવવામાં આવ્યા છે. 25 ટકા હેલિકોપ્ટરની અછત છે, તેને પહોંચી વળવા, ઓફશોર ડ્યુટીમાં રોકાયેલા કેટલાક હેલિકોપ્ટરની સેવાઓ લેવાનું પણ આયોજન છે.

Bihar polls 2020: Will Left be the driving force for RJD-led  Mahagathbandhan - Elections News

કેપ્ટન ગેલ્લીએ કહ્યું કે તામિલનાડુમાં જયલલિતા સિવાય બીજું કોઈ હેલિકોપ્ટર ભાડે કરતું નાં હતું. પરંતુ આ વખતે સ્ટાલિન, કમલ હાસન અને અન્ય ઘણા નેતાઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. જયલલિતાએ તેની છેલ્લી ચૂંટણીમાં બેલ 412 હેલિકોપ્ટર ભાડે લીધું હતું પરંતુ હાલના રાજકારણી અગસ્તા વેસ્ટલેન્ડને ભાડે લઇ રહ્યા છે. તેનું ભાડું કલાક દીઠ રૂ. 4 થી 5 લાખ છે જ્યારે એન્ટ્રી લેવલના ટ્વીન એન્જિનનું ભાડું પ્રતિ કલાકના અ 2.5લાખ રૂપિયા છે.

બબાલ / ગુજરાતમાં રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં બબાલ, કાળો વાવટો બતાવી કર્યો વિરોધ

કેરળ અપવાદ

પરંતુ કેરળ આ કિસ્સામાં એક અપવાદ છે. રાજ્યમાં હજી કોઈ હેલિકોપ્ટરની માંગ નથી. ભરાડે કહ્યું કે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ એકવાર તેમને કહ્યું હતું કે, જો તેઓ ચૂંટણી હારી જવા માંગતા હોય તો હેલિકોપ્ટરથી પ્રચાર કરો. કેરળના મતદાતાઓ સારી એવી નજરથી હેલિકોપ્ટરમાં ફરતા નેતાઓ તરફ જોતા નથી. મુખ્યમંત્રી પણ કેરળમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા નથી અને આજ દિન સુધી એવી જ સ્થિતિ છે.