ગુજરાત/ કોરોના કાબુમાં આવતા આજે ગાંધીનગર સહિત આ પાલિકાઓની ચૂંટણી જાહેર થવાની સંભાવના

ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી

Gujarat Others
S 3 કોરોના કાબુમાં આવતા આજે ગાંધીનગર સહિત આ પાલિકાઓની ચૂંટણી જાહેર થવાની સંભાવના

સમગ્ર રાજય માં કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી .જેમના લીધે હજુ  પણ  અમુક તહેવારોની ઉજવણી પાર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો . તેમજ અનેક શેહેરોની ચુંટણી પણ મોકૂફ રાખવામાં આવી હતી . જે અંતર્ગત હવે કોરોના  કેસ ઘટતા  આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.  જેમાં  ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે .

આ પણ વાંચો :ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

ગાંધીનગર મનપાની સાથે બે નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે  અગાઉ ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી હતી અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે અને ત્યારબાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી.

આ પણ વાંચો :કેરળ બાદ તમિલનાડુમાં પણ કેસ સામે આવ્યો, 12 વર્ષના બાળકનું મોત થયું

અગાઉ કોરોનાની બીજી લહેર અને ચોમાસાને કારણે રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી હતી. તેની સાથે ભાજપ કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :જૂનાગઢમાં એડવોકેટ નિલેશ દાફડાની કરાઈ નિર્મમ હત્યા, ઘટનાનું કારણ