Election/ ગુજરાતમાં આ તારીખ બાદ જાહેર થઇ શકે છે ચૂંટણી!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ આગામી 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ ગમે ત્યારે જાહેર થઇ શકે છે.

Top Stories Gujarat
22 3 ગુજરાતમાં આ તારીખ બાદ જાહેર થઇ શકે છે ચૂંટણી!
  • આગામી વિધાનસભા ચૂંટણીને લઇ સમાચાર
  • અહેવાલ અનુસાર સૂત્રોના હવાલેથી ખબર
  • 20 ઓકટોબર પછી જાહેર થઇ શકે ચૂંટણી
  • ડેપ્યુટી ઇલેકશન કમિશ્નર આવશે ગુજરાત
  • 16મી ઓકટોબરથી પાંચ દિવસ સુધી રોકાશે
  • 20 ઓકટો.બાદ જાહેર થઇ શકે વિધાનસભા ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ આગામી 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ડેપ્યુટી ઈલેક્શન કમિશન 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં આવી રહ્યા છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પાર્ટીઓ લાગી ગઈ છે. ચૂંટણીની તારીખને લઈને સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે માહિતી મળી રહી છે કે 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ આ તારીખની જાહેરાત થઈ શકે છે. 18થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. 24 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે. એક્સો પત્યા બાદ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

નોંધનીય છે કે ડેપ્યુટી ચૂંટણી કમિશનર આગામી 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજ્યના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજશે અને ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.