Photo Gallery/ સલમાન ખાન સાથે બિગ બોસમાં ‘ફ્લર્ટ’ કરનાર એલી અવરામે દેખાડી બોલ્ડ ફિગર

એલી અવરામ ડીપ નેક વન પીસ મોનોકિની પહેરેલી છે. અને ટોન ફિગર પણ દેખાય છે. તસવીરો શેર કરતા એલી અવરામે લખ્યું છે, ‘ગોવા ડાયરી’ આ સિવાય તેણે અનેક…

Trending Photo Gallery
Elli AvRam Boldness

Elli AvRam Boldness: સલમાન ખાન સાથે બિગ બોસ શોમાં જોવા મળેલી એલી અવરામે તેના તાજેતરના ફોટોશૂટની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં એલી અવરામ ડીપ નેક વન પીસ મોનોકિની પહેરેલી છે. અને ટોન ફિગર પણ દેખાય છે. તસવીરો શેર કરતા એલી અવરામે લખ્યું છે, ‘ગોવા ડાયરી’ આ સિવાય તેણે અનેક પ્રકારના ઈમોજી પણ શેર કર્યા છે.

એલી અવરામની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ છે. તેને 26 હજારથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે તેના પર અઢીસોથી વધુ કોમેન્ટ્સ આવી છે. અનેક લોકોએ ખૂબસૂરત, હોટ, વાહ, લવ યુ બ્યુટીફુલ, શાનદાર ફિટનેસ, સુંદર એન્જલ અને બ્યુટીફુલ બાલા જેવી કોમેન્ટ કરી છે.

તસવીરોમાં એલી અવરામે રંગબેરંગી મોનોકિની પહેરેલી છે. આ સિવાય તેણે ગળામાં ગોલ્ડન ચેન પહેરેલી છે. તેણે ગોગલ્સ પહેર્યા છે. તેના વાળ ખુલ્લા છે. તેણે હાથમાં રુદ્રાક્ષની માળા પણ પહેરેલી છે. એલી અવરામ ઘણીવાર પોતાની તસવીરો શેર કરે છે. પહેલી તસવીરમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે બેસીને બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. એલી અવરામની તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

એલી અવરામે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની તાજેતરની ફિલ્મ ગણપત છે. આ ફિલ્મમાં તેના સિવાય ટાઈગર શ્રોફની મહત્વની ભૂમિકા હતી. તે તાજેતરમાં કોઈ જાને નામાં જોવા મળી હતી. તે મલંગ ફિલ્મમાં પણ જોવા મળી છે. ઘણા કલાકારો સાથે લોકો તેની સુંદરતા અને અભિનયના દિવાના છે.

આ પણ વાંચો: Earthquake/ ડોડામાં ભૂકંપના જોરદાર આંચકા, રિએક્ટર સ્કેલ પર નોંધાઈ 3.2ની તીવ્રતા

આ પણ વાંચો: Pakistan Conspiracy/ PM મોદીની UAE મુલાકાતથી નારાજ પાકિસ્તાન, સોશિયલ મીડિયા પર ઘડાયું આ ષડયંત્ર

આ પણ વાંચો: નવી દિલ્હી/ ટ્વિટરે 46,000 થી વધુ ભારતીય એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જલ્દી તમારું એકાઉન્ટ કરી લો ચેક