AUSW vs ENGW/ Ellyse Perry એ બીજી ODI મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું, ઈંગ્લેન્ડે ગુમાવી ODI સીરીઝ

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે મેલબોર્ન (Junction Oval, Melbourne) માં રમાયેલી બીજી ODI મેચમાં ઈંગ્લેન્ડ (AUSW vs ENGW) ને 5 વિકેટે હરાવ્યું. આ સાથે જ ત્રણ મેચની સીરીઝમાં યજમાન ટીમે 2-0થી સીરીઝ પર કબ્જો કરી લીધો છે.

Sports
1 2022 02 06T120604.935 Ellyse Perry એ બીજી ODI મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું, ઈંગ્લેન્ડે ગુમાવી ODI સીરીઝ

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે મેલબોર્ન (Junction Oval, Melbourne) માં રમાયેલી બીજી ODI મેચમાં ઈંગ્લેન્ડ (AUSW vs ENGW) ને 5 વિકેટે હરાવ્યું. આ સાથે જ ત્રણ મેચની સીરીઝમાં યજમાન ટીમે 2-0થી સીરીઝ પર કબ્જો કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ સીરીઝની શરૂઆતી મેચ 27 રને જીતી લીધી હતી. સીરીઝની અંતિમ મેચ 8 ફેબ્રુઆરીએ રમાશે.

આ પણ વાંચો –ગુજરાતી ગીતો / સુર મહારાણી લતા દીદીએ સુપરહીટ ગુજરાતી ગીતોને પણ સ્વર આપ્યો,દિકરી તો પારકી થાપણ કહેવાય….

મેચમાં ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ 45.2 ઓવરમાં 129 રન બનાવીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. મુલાકાતી ટીમને 11નાં સ્કોર પર ટેમી બ્યુમોન્ટ આઉટ થઇ હતી. બ્યુમોન્ટ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિનફિલ્ડ હિલે 24 રન બનાવ્યા હતા. તેના સિવાય જોન્સે 28 અને સોફી એક્લેસ્ટોને (Sophie Ecclestone) અણનમ 32 રન બનાવ્યા હતા. એલિસ પેરી અને તાહિલા મેકગ્રાએ વિરોધી ટીમ માટે 3-3 શિકાર કર્યા હતા. સરળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 35.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ટીમે 18નાં સ્કોર સુધી રિચેલ હેન્સ (10) અને કેપ્ટન મેગ લેનિંગ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી એલિસા હિલી 22 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

આ પણ વાંચો – અંતિમ દર્શન / સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક,અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ શિવાજી પાર્કમાં રાખવામાં આવશે

એલિસ પેરીએ 64 બોલમાં 6 બાઉન્ડ્રીની મદદથી 40 રન બનાવ્યા હતા જ્યારે એશ્લે ગાર્ડનર 31 રન બનાવીને અણનમ રહી હતી. ઈંગ્લેન્ડ માટે કેટ ક્રોસે 2 શિકાર કર્યા. તેમના સિવાય નતાલિયા સ્ક્રીવર અને આન્યા શ્રબસોલે 1-1 શિકાર કર્યો હતો.