Political/ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શરદ પવારે બોલાવી ઇમરજન્શી બેઠક

મહારાષ્ટ્ર સરકાર પરના સંકટ વચ્ચે NCPના વડા શરદ પવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. શિવસેના નેતા એકનાથ શિંદે સહિત કુલ 13 ધારાસભ્યો સુરત પહોંચી ગયા છે

Top Stories India
14 12 મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શરદ પવારે બોલાવી ઇમરજન્શી બેઠક

મહારાષ્ટ્ર સરકાર પરના સંકટ વચ્ચે NCPના વડા શરદ પવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. શિવસેના નેતા એકનાથ શિંદે સહિત કુલ 13 ધારાસભ્યો સુરત પહોંચી ગયા છે.આ સંકટ સમયે શરદ પવારે એક સત્વરે બેઠક બોલાવી છે અને તમામને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રાજકીય સમીકરણ બદલાઇ રહ્યા છે.શિવસેનાના નેતા એકનાથ સિંદે હાલ સંપર્ક વિહોણા છે, રાજકીય ઉછલપાથલ થવાની તૈયારીઓનો સંકેત જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સંબધ સારા નથી એકબીજા સાથે કટ્ટર હરિફ જેમ વર્તી રહ્યા છે. શિવસેનાના એકનાથ સિંદે કઇ મોટું કરવા જઇ રહ્યા છે. તે સમોવારથી સંપર્ક વિહોણા છે.

શિવસેનાના એકનાથ સિંદે સુરતની એક ખાનગી હોટલમાં રોકાયાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે 13 ધારાસભ્યો પણ સાથે છે.તે ઘણા સમયથી શિવસેનાથી નારાજ છે. ગુજરાતના દિગ્ગજ નેતા સાથે વાતચીત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ નેતા જ્યા રોકાયા છે ત્યાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.