Gratuity/ કર્મચારીઓને 1 વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઈટી મળશે

ગત વખતે પણ આ અંગે સંસદમાં સર્વસંમતિ સધાઈ હતી. પરંતુ હજુ સુધી આ નિયમનો અમલ થયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ નિયમને……………..

Trending Business
Image 2024 05 14T144628.272 કર્મચારીઓને 1 વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઈટી મળશે

Business News: ખાનગી નોકરી કરનારાઓ માટે આ કદાચ સારા સમાચાર હોઈ શકે છે. કારણ કે કહેવાઈ રહ્યું છે કે નવા નિયમો હેઠળ કર્મચારી માત્ર 1 વર્ષ કામ કર્યા બાદ ગ્રેચ્યુઈટીનો હકદાર બનશે. ગત વખતે પણ આ અંગે સંસદમાં સર્વસંમતિ સધાઈ હતી. પરંતુ હજુ સુધી આ નિયમનો અમલ થયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ નિયમને ચૂંટણી પછી લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ક્યારે અમલમાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે જો તેઓ કોઈપણ સંસ્થામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરે છે.

વર્ષ 2022માં શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું હતું કે લગભગ 24 રાજ્યો નવા કોડ માટે સંમત થયા છે. માત્ર ત્રણ રાજ્યો બાકી છે અને તેમનું સમર્થન મળ્યા બાદ આ કાયદા પર કામ કરવામાં આવશે. નવા લેબર કોડ લાગુ થયા બાદ કર્મચારીઓના પગાર, રજા, ભવિષ્ય નિધિ(પ્રોવિડન્ટ ફંડ) અને ગ્રેચ્યુઇટીમાં ફેરફાર થશે.

ગ્રેચ્યુઈટી એટલે જો કર્મચારીનો મૂળ પગાર 20 હજાર રૂપિયા છે. 6 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું છે. ત્યારબાદ તેની ગ્રેચ્યુઇટીની ગણતરી રૂપિયા 26 હજારના આધારે કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવકવેરો ભરતા લોકો માટે અગત્યની માહિતી, એક વાર વાંચી લો

આ પણ વાંચો:અમેરિકા કે ચીન? કોણ છે ભારતનું વિશ્વસનીય વ્યાપારિક ભાગીદાર…

આ પણ વાંચો:2024માં દુનિયાભરમાં વધી સોનાની માગ, આ દેશમાં થઈ સૌથી વધુ ગોલ્ડની ખરીદી