Not Set/ રોજગાર વાન્છુક લોકોને સ્વ-રોજગાર બેન્કેબલ યોજના હેઠળ રૂ.૨,૦૦,૦૦૦ની મર્યાદામાં મળશે ધિરાણ

આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર રહેશે. તથા સ્વ રોજગાર બેન્કેબલ યોજના (SEP-G) લોન મેળવવા ઇચ્છતા કોઈ પણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ (જેમાંથી ૭૦% શહેરી ગરીબ) કે જેઓ શહેરી ગરીબ હોઈ તે આ યોજનાનો લાભ મેળવી શકશે.

Business
business loan રોજગાર વાન્છુક લોકોને સ્વ-રોજગાર બેન્કેબલ યોજના હેઠળ રૂ.૨,૦૦,૦૦૦ની મર્યાદામાં મળશે ધિરાણ

રાજકોટ શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના -રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(DAY-NULM)યોજનાનાં સ્વ-રોજગાર બેન્કેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર રહેશે. તથા સ્વ રોજગાર બેન્કેબલ યોજના (SEP-G) લોન મેળવવા ઇચ્છતા કોઈ પણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ (જેમાંથી ૭૦% શહેરી ગરીબ) કે જેઓ શહેરી ગરીબ હોઈ તે આ યોજનાનો લાભ મેળવી શકશે. રૂ,૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન મળવા પાત્ર છે કે જે લોનમાં ૭% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમય ગાળો ૫ વર્ષ થી ૭ વર્ષ રહેશે.

Covid-19 / દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ

આ યોજનાનો લાભ કોણ લઇ શકશે

• રાજકોટ મહાનગરપાલિકાનો બી.પી.એલનો દાખલો ધરાવનાર
• મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના /મુખ્ય મંત્રી અમૃતમ કાર્ડ ધરાવનાર લાભાર્થી
• પુરવઠા વિભાગનું બી.પી.એલનું રેશનકાર્ડ,
• આવાસ યોજનાનાં લાભાર્થી, શહેરી ફેરિયાઓ,
જરૂરી પ્રમાણપત્રો
• પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ -૨
• ચુંટણી કાર્ડ
• આધાર કાર્ડ
• સ્કુલ લીવીંગ/જન્મનો દાખલો (ફરજીયાત)
• ડ્રાઈવિંગ લાયસન્સ બેઇજ નંબર (વાહન લોનમાટે ફરજીયાત )
• મકાન વેરા બિલ

Business Loan in Delhi by United Financial Services | ID: 20824645455

જમ્મુ-કાશ્મીર / અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઇ અથડામણ, 2 આતંકીવાદીઓનો કરાયો ખાત્મો

• લાઈટ બિલ
• ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી /સહમતી પત્રક
• ક્વોટેશન ઓરિજિનલ GST નંબર અને TIN નંબર વાળું
• બેંક ખાતાની પાસબુકની નકલ
આ યોજનાનો લાભ લેવા માટે સંપર્ક કરો:
રાજકોટ મહાનગરપાલિકા
પ્રોજેક્ટ શાખા, NULM-CELL, પ્રથમ માળ, ડૉ.આંબેડકરભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ.
ઓફીસ સંપર્ક નંબર : ૦૨૮૧ – ૨૨૩૨૬૪૬

Axis Bank Business Loan | Avail up to Rs. 50 lakhs - FreEMI

ગુજરાત / આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન

sago str 10 રોજગાર વાન્છુક લોકોને સ્વ-રોજગાર બેન્કેબલ યોજના હેઠળ રૂ.૨,૦૦,૦૦૦ની મર્યાદામાં મળશે ધિરાણ