Not Set/ ENG vs IND Live: વિરાટ કોહલીએ ફટકારી 15 સદી, ભારતનો સ્કોર 7 વિકેટે 451

મુંબઇઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાય રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 7 વિકેટ ગુમાવીને 451 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ  પોતાના 15 સદી ફટકારી હતી. કોહલીએ 241 બોલનો સામનો કરીને 147 રન બનાવી અણનમ રહ્યો હતો. તો તેની સાથે જયંત યાદવ પણ 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ટેસ્ટ મેચમાં કોહલીએ પોતાના […]

Sports

મુંબઇઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાય રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 7 વિકેટ ગુમાવીને 451 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ  પોતાના 15 સદી ફટકારી હતી. કોહલીએ 241 બોલનો સામનો કરીને 147 રન બનાવી અણનમ રહ્યો હતો. તો તેની સાથે જયંત યાદવ પણ 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ટેસ્ટ મેચમાં કોહલીએ પોતાના કેલેન્ડર વર્ષના 1000 અને પોતાની સમગ્ર કેરિયરના 4000 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી અને જૉ રૂટે 2-2 વિકેટ ઝડપી હતી.

મુરલી વિજયે 282 બોલ રમી 10 બાઉન્ટ્રી અને 3 સિક્સરની મદદથી 136 અને ચેતેશ્વર પુજારાએ 6 બાઉન્ટ્રીની મદદથી 47 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. આ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 400 રન બનાવ્યા હતા.