ક્રિકેટ/ ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20માં શ્રીલંકાને હરાવીને 3-0 થી શ્રેણી જીતી

ડેવિડ મલાનને શાનદાર બેટિંગ કરવા બદલ  મેન ઓફ ધ મેચ જાહેર

Sports
england ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20માં શ્રીલંકાને હરાવીને 3-0 થી શ્રેણી જીતી

ઇંગ્લેન્ડે ત્રીજી ટી -20 માં શ્રીલંકાને 89 રનથી હરાવી ત્રણ મેચની ટી 20  શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે છ વિકેટ પર 180 રન બનાવ્યા હતા શ્રીલંકાને  જીતવા માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 91 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલે એ ત્રણ અને સેમ કરને  ક બે વિકેટ ઝડપી હતી. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી.

ઇંગ્લેન્ડના ઓપનરો  વચ્ચે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોની બેયરસ્ટોએ 43 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રનની અડધી સદી ફટકારી હતી. અને ડેવિડ મલાને 48 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. મલાનને શાનદાર બેટિંગ કરવા માટે  મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. બીજી બાજુ શ્રીલંકાના બેટ્સમેનો ઇંગ્લિશ બોલરો સામે ટકી શકીયા નહી. . કોઈપણ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નહીં.ઉલ્લેખનીય છે કે  પ્રથમ ટી 20 ઇંગ્લેન્ડે આઠ વિકેટથી જીત્યો હતો જ્યારે બીજો ટી 20 જીત પાંચ વિકેટથી (ડકવર્થ લુઇસના નિયમથી) જીતી હતી. ટી -20 બાદ બંને ટીમો વચ્ચે 29 મેથી શરૂ થનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાશે.