Sports/ ઈંગ્લેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, સ્ટાર ઓલરાઉન્ડર IPL 2021 અને T 20 વર્લ્ડ કપમાંથી બહાર

IPL 2021 માં CSK તરફથી રમતા સેમ કુરાનને ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું.

Sports
સેમ કરન ઈંગ્લેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો,  સ્ટાર ઓલરાઉન્ડર

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ગયા મહિને વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેમાં આ ઓલરાઉન્ડરને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ટીમે પોતાનો પ્લાન બદલવો પડશે. ICC T20 વર્લ્ડ કપ 2021 પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના યુવા ઓલરાઉન્ડર સેમ કરન ટુર્નામેન્ટની શરૂઆતના બે અઠવાડિયા પહેલા જ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. સેમ કરન હાલમાં યુએઈમાં રમાઈ રહેલી IPL 2021 સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK ) ટીમનો ભાગ છે અને IPL મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

 જેના કારણે તે પ્લેઓફમાં જતા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 5 ઓક્ટોબર, મંગળવારે સેમ કરનની ઈજા વિશે માહિતી આપતા આ જાહેરાત કરી હતી. કરનને વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે પહેલા તે IPL દ્વારા યુએઈની પરિસ્થિતિઓમાં વર્લ્ડ કપ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો.

 

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

મુસાફરીના નિયમો / ઓસ્ટ્રેલિયા જવા માંગતા પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે, આ વર્ષે નહી મળે પ્રવેશ

લખીમપુર ખેરી હિંસા / સંજય રાઉત રાહુલ ગાંધીને મળ્યા, કહ્યું- જો કાયદો સમાન છે તો પ્રિયંકા જેલમાં અને મંત્રીઓ મુક્તપણે કેમ ફરી રહ્યા છે ?

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…