Cricket/ ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ 112 રનનાં સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ છે. 

Sports
Electionn 17 ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ટોસ થયાનાં થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આપને હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમની ભારતીય ટીમે નિંદર ઉડાવી દીધી છે.

આપને જણાવી દઇએે કે, ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે આ નિર્ણયને પોતાની તરફેણમાં કરી દીધો છે. હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ 112 રનનાં સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પિંક બોલથી શરૂઆત કરી હતી. ત્રીજી ડે-નાઈટ ટેસ્ટનાં પહેલા દિવસે પાંચ વિકેટ લેનાર ઓક્ષર પટેલે મેચનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અક્ષર પટેલે તેની કારકિર્દીની બીજી મેચમાં પહેલી ઈનિગ્સમાં છ વિકેટ લીધી હતી અને જે બાદ મહેમાન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 112 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને ભારત સામે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચનાં પહેલા દિવસે ચા નાં વિરામ સુધી ચાર વિકેટ પર 81 રન બનાવ્યા હતા. ચા નાં વિરામ દરમિયાન બેન સ્ટોક્સ 6 અને ઓલી પોપ 1 રન બનાવીને રમી રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જોક ક્રોલીએ 53 રન બનાવ્યા હતા. ડોમ સિબ્લી અને જોની બેયરસ્ટો ખાતું પણ ખોલી શક્યા નહોતા જ્યારે કેપ્ટન જો રૂટ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 6 જ્યારે 100 મી ટેસ્ટ મેચ રમી રહેલા ઇશાંત શર્માએ 1 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

Cricket / ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા…

INDvENG / નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

4 ટેસ્ટ મેચની સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમો એક-એકથી બરાબર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા ગ્રાઉન્ડ પર 2 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં એક મેચમાં ભારતને જીત અને એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી, જ્યારે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. આ ટેસ્ટ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ