Not Set/ એવુંતો શું થયું કે રાતો રાત ક્રાઈમ શો સાવધાન ઈન્ડિયાને બંધ કરવો પડ્યો

મુંબઈ ટીવી પર આવતા ક્રાઈમ શોની વાત કરીએ તો સૌથી વધુ ફેમસ શો છે સાવધાન ઇન્ડિયા આ શો છેલ્લા છ વર્ષથી સતત ચલી રહ્યો છે. હાલ આ શોને બંધ કરી દેવામાં આવ્યો છે. સાવધાન ઈન્ડિયાને બંધ કરવાનો ફેસલો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટે કર્યો છે. આ શોન લઈને ઘણા સમયથી ફરિયાદો આવી રહી હતી. જેથી […]

Entertainment
66 એવુંતો શું થયું કે રાતો રાત ક્રાઈમ શો સાવધાન ઈન્ડિયાને બંધ કરવો પડ્યો

મુંબઈ

ટીવી પર આવતા ક્રાઈમ શોની વાત કરીએ તો સૌથી વધુ ફેમસ શો છે સાવધાન ઇન્ડિયા આ શો છેલ્લા છ વર્ષથી સતત ચલી રહ્યો છે. હાલ આ શોને બંધ કરી દેવામાં આવ્યો છે.

સાવધાન ઈન્ડિયાને બંધ કરવાનો ફેસલો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટે કર્યો છે. આ શોન લઈને ઘણા સમયથી ફરિયાદો આવી રહી હતી. જેથી આઇએન્ડ બી મંત્રાલયે ચેનલને શો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ શો  ટીઆરપીમાં આગળ અને દર્શકોમાં સૌથી વધારે જોવામાં આવતો.

તમને જણાવી દઈએ કે સાવધાન ઇન્ડિયા પહેલા લાઈફ ઓકે પર આવતો હતો અને હવે  આ શો સ્ટાર ભારત પર આવી રહ્યોછે અને આ એક જ એવો શો હતો કે જેને લાઈફ ઓકે પરથી સ્ટાર ભારતમાં જગ્યા મળી હતી.

સાવધાન ઇન્ડિયામાં દરેક કેસોને ખુબ જ બારીકીથી રજૂ કરવામાં આવતા હતા અને પોલીસની છબીને સારી બતાવવામાં આવી રહી હતી તેથી આ શોના મેકરોને શોના આગામી એપિસોડ બનાવવાની મનાઇ ફરમાવવામાં આવી હતી અને કાયમી ધોરણ માટે બંધ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ શોને હાલ સુશાંતસિંહ દ્રારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે આ પહેલા શોનું હોસ્ટ સિદ્ધાર્થ શુકલ, હિતેન તેજવાની,પૂજા ગોર, શિવાની તોમર, સાક્ષી તંવર, મોહનીશ બહલ, દિવ્યા દત્તા જેવા કલાકારોએ કર્યું  હતું.