Not Set/ આરાધ્યાના બર્થ-ડે પર બાળકો સાથે આ રીતે મસ્તી કરતા જોવા મળ્યા એશ-અભિષેક, Video

મુંબઇ, અમિતાભ બચ્ચની પૌત્રી આરાધ્યાનો તાજેતરમાં 7 મો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે, બચ્ચને પાર્ટી આપી હતી જેમાં ઘણા સેલેબ કિડ્સ શામિલ થયા હતા. પુત્રીના જન્મદિવસની પાર્ટી દરમિયાન અભિષેક બચ્ચન મસ્તીના મૂડમાં દેખાયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેઓ બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિષેક […]

Entertainment Videos
rrq 1 આરાધ્યાના બર્થ-ડે પર બાળકો સાથે આ રીતે મસ્તી કરતા જોવા મળ્યા એશ-અભિષેક, Video

મુંબઇ,

અમિતાભ બચ્ચની પૌત્રી આરાધ્યાનો તાજેતરમાં 7 મો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે, બચ્ચને પાર્ટી આપી હતી જેમાં ઘણા સેલેબ કિડ્સ શામિલ થયા હતા. પુત્રીના જન્મદિવસની પાર્ટી દરમિયાન અભિષેક બચ્ચન મસ્તીના મૂડમાં દેખાયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેઓ બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Image result for aaradhya bachchan birthday 2018

અભિષેક પિંક રંગ ટી-શર્ટ પહેરી છે અને તેઓ ફની એક્શનમાં બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં શાહરૂખનો પુત્ર અબરામ, કરણ જોહરનાં પુત્રો યશ અને રુહી જોહર, શિલ્પાનો દિકરો વિયાન રાજ કુંદ્રા સહિત કેટલાક સેલિબ્રિટી કિડ્સ સામેલ થયા હતા.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર પાર્ટીના કેટલાક ફોટા પણ વાયરલ થઇ રહ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના સમયના ઘણા ફોટા શેર કરી આરાધ્યાને વિશ કર્યું હતું. એક વીડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એશ અને અભિષેક બાળકો સાથે ચેયર ગેમ રમી રહ્યા છે.

જન્મદિવસના પ્રસંગે અમિતાભે પૌત્રી આરાધ્યાને વિશ કરતા લખ્યું, “ઘરના લોકોના આશીર્વાદ પૌત્રી સાથે હંમેશા છે. તમારી લાંબી ઉમર થાય, ખુશ રહો અને ફક્રથી રહો.” આપણને જાણવી દઈએ કે આરાધ્યાયનો જન્મદિવસ ગયા વર્ષે ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. તેમાં ઘણા સ્ટાર કિડ્સ શામિલ થયા હતા.

Image result for aaradhya bachchan birthday 2018