Not Set/ ફિલ્મ ‘ધ બિગ બુલ’થી અભિષેક બચ્ચનનો લૂક આવ્યો સામે, આ દિવસે થશે રિલીઝ

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મ ‘ધ બિગ બુલ’ ની રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠવ્યો છે. આ ફિલ્મ 23 ઓક્ટોબર 2020 ના રોજ રીલિઝ થશે. ફિલ્મના આ પોસ્ટરમાં અભિષેક બચ્ચનનો જોરદાર લુક જોવા મળી રહ્યો છે. અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા […]

Uncategorized Entertainment
Untitled 139 ફિલ્મ 'ધ બિગ બુલ'થી અભિષેક બચ્ચનનો લૂક આવ્યો સામે, આ દિવસે થશે રિલીઝ

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મ ‘ધ બિગ બુલ’ ની રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠવ્યો છે. આ ફિલ્મ 23 ઓક્ટોબર 2020 ના રોજ રીલિઝ થશે. ફિલ્મના આ પોસ્ટરમાં અભિષેક બચ્ચનનો જોરદાર લુક જોવા મળી રહ્યો છે.

અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

Instagram will load in the frontend.

ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે ઇલિયાના ડિક્રુઝ અને સોહમ શાહ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘ધ બિગ બુલ’ ની વાર્તા ભારતીય સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કુકી ગુલાટીએ કર્યું છે, જ્યારે આનંદ પંડિત અને અજય દેવગન ફિલ્મના નિર્માતા છે.

અભિષેક બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘લુડો’માં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, પકંજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ, સન્યા મલ્હોત્રા પણ છે. આ સાથે અભિષેક બચ્ચન ફિલ્મ ‘બોબ વિશ્વાસ’ માં પણ જોવા મળશે. અભિષેક હાલમાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને વર્ષ 2000 માં કરીના સાથે ફિલ્મ ‘રેફ્યુજી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.