Not Set/ કરણ જોહરની ‘તખ્ત’માં આ કિરદારમાં જોવા મળશે રણવીર સિંહ, કરીના અને આલિયા!

મુંબઇ, કરણ જોહરની આવનારી ફિલ્મ ‘તખ્ત’ અનાઉંસમેન્ટના સમયથી જ ચર્ચામાં બની રહે છે. આ ફિલ્મને વર્ષની  સૌથી અવેટેડ ફિલ્મોની સૂચિમાં ગણવામાં આવી રહી  છે. આવું થાય પણ કેમ નહીં? આખરે આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, જહાનવી કપૂર, કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ અને ભૂમિ પેડેનકર જેવી હસ્તીઓ જોવા મળવાની જો છે. જ્યાં આ ફિલ્મની […]

Uncategorized
byy કરણ જોહરની 'તખ્ત'માં આ કિરદારમાં જોવા મળશે રણવીર સિંહ, કરીના અને આલિયા!

મુંબઇ,

કરણ જોહરની આવનારી ફિલ્મ ‘તખ્ત’ અનાઉંસમેન્ટના સમયથી જ ચર્ચામાં બની રહે છે. આ ફિલ્મને વર્ષની  સૌથી અવેટેડ ફિલ્મોની સૂચિમાં ગણવામાં આવી રહી  છે. આવું થાય પણ કેમ નહીં? આખરે આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, જહાનવી કપૂર, કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ અને ભૂમિ પેડેનકર જેવી હસ્તીઓ જોવા મળવાની જો છે.

Image result for takht star cast

જ્યાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટના કિરદારોને લઈને કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી, ત્યાં જ રણવીર અને વિકી કૌશલના કિરદાર સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, ફિલ્મમાં રણવીર સિંહ દારા શિખોવ અને વિકી કૌશલ ઔરંગજેબના પાત્ર ભજવશે. વેલ હમણાં તો  આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Image result for takht star cast

તો બીજી બાજુ એવા સમાચાર હતા કે કરીના ફિલ્મમાં દારા અને ઔરંગજેબની બહેન જાહનારા, અનિલ કપૂર તેમના પિતા શાહજહાં અને આલિયા ભટ્ટ દારાની વાઇફના રોલમાં દેખાશે. હવે ફિલ્મમાં સંપૂર્ણ સ્ટાર કાસ્ટ કિક્યાં-ક્યાં પાત્રમાં દેખાશે, આ તો આવનારા સમયમાં જ જાણવા મળશે, પરંતુ અત્યારે જાણવા મળેલ કિરદારો પર ચર્ચાઓ જોરો પર ચાલી રહી છે.

Related image

આપને જણાવી દઈએ કે હાલ રણવીર સિંહ તેની ફિલ્મ ‘સિમ્બા’ ની રાહ જોઈ રહ્યા છે જે આ શુક્રવાર એટલે કે 28 ડિસેમ્બરે રિલીઝ થશે, તો જ વિકી કૌશલ પણ રિલીઝ થઈ થનારી ફિલ્મ ‘ઉડી’ માં જોવા મળશે. તેમાં વિકી ઉપરાંત, પરેશ રાવલ અને યામી ગૌતમ મુખ્ય પાત્રમાં નજરે પડશે.