Not Set/ ગુરૂ ગ્રંથ સાહિબ કેસમાં સીટે અક્ષય કુમારની  પુછપરછ કરી 

મુંબઇ, 3 વર્ષ પહેલા પંજાબના ફરીદકોટના બરગાડી ગામમાં સિખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના અપમાન કેસની તપાસ માટે રચાયેલ એસઆઈટી સમક્ષ હાજર થવા માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર બુધવારે સવારે ચંદીગઢ પહોંચ્યો હતો. અભિનેતા અક્ષય કુમારને આ કેસને લગતા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ મામલે એસઆઈટીએ હાલમાં જ અક્ષયને સમન જાહેર કર્યુ હતું.  તેના […]

Trending Entertainment
dqdq ગુરૂ ગ્રંથ સાહિબ કેસમાં સીટે અક્ષય કુમારની  પુછપરછ કરી 
મુંબઇ,
3 વર્ષ પહેલા પંજાબના ફરીદકોટના બરગાડી ગામમાં સિખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના અપમાન કેસની તપાસ માટે રચાયેલ એસઆઈટી સમક્ષ હાજર થવા માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર બુધવારે સવારે ચંદીગઢ પહોંચ્યો હતો. અભિનેતા અક્ષય કુમારને આ કેસને લગતા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા.
આ મામલે એસઆઈટીએ હાલમાં જ અક્ષયને સમન જાહેર કર્યુ હતું.  તેના પર પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ અને ગુરમીત રામ રહિમની મુલાકાત માટે યોજના બનાવવાનો આરોપ છે. જોકે અક્ષય કુમારે આ આરોપોને પહેલાથી જ ફગાવી દીધા છે. અક્ષયને અમૃતસરમાં એસઆઈટી સમક્ષ હાજર થવા જણાવાયુ હતું, પરંતુ અભિનેતાએ ચંદીગઢમાં હાજર થવાની પરવાનગી માંગી હતી.
ચંદીગઢમાં એસઆઈટી સમક્ષ હાજર થયેલ અક્ષય કુમારને 6 મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે, પૂછપરછ દરમિયાન અક્ષય કુમારે ગુરમીત રામ રહિમ સાથે કોઈપણ પ્રકારની મુલાકાતનો ઈન્કાર કર્યો છે. તે પહેલા પણ રામ રહિમને ક્યારેય મળ્યો નથી તેવુ નિવેદન આપી ચુક્યો છે.
એસઆઈટીએ અક્ષય કુમારના નિવેદનનુ વીડિયો રેકો‹ડગ પણ કર્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ, અક્ષયને એસઆઈટીએ શું તમે રામ રહિમ સાથે ક્યારેય મુલાકાત કરી છે?, તમે સુખબીર બાદલને કઈ રીતે ઓળખો છો? શું તમે જાણતા હતા ગુરમીત રામ રહિમ ઝુહુમાં રહેતા હતા? જેવા પ્રશ્નો પૂછ્યા હતા.