Not Set/ Video: ચિરંજીવી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ Sye Raa Narasimha Reddyનું ટીઝર રીલીઝ

‘બાહુબલી’ની સાથે થિયેટરોમાં ધમાલ મચાવ્યા પછી હવે સાઉથની બીજી મલ્ટિસ્ટાર ફિલ્મ થિયેટરોમાં હિટ થવા માટે તૈયાર છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવી સ્ટારર ફિલ્મ ‘સેરા નરસિમ્હા રેડ્ડી’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મની ઝલક ખૂબ જ મનોરંજક લાગી રહી છે. આ ફિલ્મમાં ચિરંજીવી ઉપરાંત બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચન, ભોજપુરી […]

Entertainment Videos
aaaamm 16 Video: ચિરંજીવી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ Sye Raa Narasimha Reddyનું ટીઝર રીલીઝ

‘બાહુબલી’ની સાથે થિયેટરોમાં ધમાલ મચાવ્યા પછી હવે સાઉથની બીજી મલ્ટિસ્ટાર ફિલ્મ થિયેટરોમાં હિટ થવા માટે તૈયાર છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવી સ્ટારર ફિલ્મ ‘સેરા નરસિમ્હા રેડ્ડી’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે,

જેમાં આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મની ઝલક ખૂબ જ મનોરંજક લાગી રહી છે. આ ફિલ્મમાં ચિરંજીવી ઉપરાંત બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચન, ભોજપુરી સિનેમાનું જાણીતું નામ રવિ કિશન જેવા સ્ટાર્સ પણ જોવા મળે છે.

આ ફિલ્મ એવા જ એક યોદ્ધા ઉય્યલાવાડા નરસિમ્હા રેડ્ડીની સ્ટોરી છે, જેમણે પહેલા બ્રિટિશરો સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરુની ભૂમિકામાં જોવા મળશે.

રિલીઝ થયેલા આ ટીઝરમાં ફિલ્મના મહત્વના પાત્રોની એક ઝલક જોવા મળી રહી છે. નરસિમ્હા રેડ્ડીના પાત્રમાં ચિરંજીવી ખૂબ જ શક્તિશાળી તરીકે જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે આ મલ્ટિસ્ટાર ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, આ મલ્ટિસ્ટાર ફિલ્મની ટક્કર યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘વાર’ થવાની છે. વારમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા બે એક્શન હીરો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.