Not Set/ અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની હતી સ્કુલ મેટ્સ, જુઓ આ તસ્વીરો

મુંબઇ, અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની ભારતના બે સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટરોની વાઇફ જ નથી, પરંતુ બંને વચ્ચે એક બીજું કનેક્શન છે. જી હા, અનુષ્કા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને સાક્ષી ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની છે, સાથે સાથે બંને સ્કુલ મેટ્સ પણ રહી ચુકી છે. તેમના બાળપણની તસ્વીરે ઇન્ટરનેટ પર ધૂમ […]

Entertainment
hp અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની હતી સ્કુલ મેટ્સ, જુઓ આ તસ્વીરો

મુંબઇ,

અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની ભારતના બે સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટરોની વાઇફ જ નથી, પરંતુ બંને વચ્ચે એક બીજું કનેક્શન છે. જી હા, અનુષ્કા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને સાક્ષી ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની છે, સાથે સાથે બંને સ્કુલ મેટ્સ પણ રહી ચુકી છે. તેમના બાળપણની તસ્વીરે ઇન્ટરનેટ પર ધૂમ મચવી છે.

આપને જણાવી દઈએ કે મિસેજ કોહલી અને મિસેજ ધોની અસમના સેંટ મેરીજ સ્કૂલમાં સાથે અભ્યાસ કરી ચુકી છે. અનુષ્કાએ વર્ષ 2013 માં આ વાત કહી હતી કે વાતચીત દરમિયાન ખબર પડી કે તે અને સાક્ષી એક જ શાળામાં અભ્યાસ કરી ચુકી છે, હવે તેના પુરાવા તરીકે ફોટાઓ પણ મળી ચુક્યા છે.

આ ફોટાઓ અનુષ્કા શર્મા ફેન્સક્લબના ટ્વિટર હેન્ડલ દ્રારા શેર કરવામાં આવી છે. એક ફોટો માં અનુષ્કા અને સાક્ષી કોઈ પ્લે અથવા ફેન્સી ડ્રેસઅપમાં જોવા મળી રહી છે. અનુષ્કા ચોલીમાં જોવા મળી રહી છે, તો સાક્ષી ફેયરી પ્રિંસેઝના ગેટઅપમાં નજરે પડી રહી છે.

આ સાથે બીજી કેટલીક તસ્વીરો પણ છે. નાનપણના ગ્રુપ ફોટો પણ છે જેમાં બંનેને ઓળખવી મુશ્કેલ છે.