Not Set/ વિરાટ-અનુષ્કાના આ ફોટાને 30 લાખ લાઇક મળી

મુંબઇ, ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી વન-ડે સીરીઝમાંથી ‘રજા’ લઇને વેકેશનનો આનંદ માણી રહેલ વિરાટ કોહલી તેની એકટ્રેસ પત્નિ અનુષ્કા સાથે હનીમુનની બીજી સીઝન એન્જોય કરી રહ્યો છે.વિરાટ અને અનુષ્કા હંમેશા સોશિયલ મીડીયામાં તેમની કોઇને કોઇ તસ્વીરો શેર કરતાં રહે છે.વિરૂષ્કાના આ ફોટો તેમના લાખો ચાહકોને પણ પસંદ પડી રહ્યાં છે. વિરાટ અને અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર બંનેની અનેક તસવીરો […]

Sports Entertainment
hp 9 વિરાટ-અનુષ્કાના આ ફોટાને 30 લાખ લાઇક મળી

મુંબઇ,

ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી વન-ડે સીરીઝમાંથી ‘રજા’ લઇને વેકેશનનો આનંદ માણી રહેલ વિરાટ કોહલી તેની એકટ્રેસ પત્નિ અનુષ્કા સાથે હનીમુનની બીજી સીઝન એન્જોય કરી રહ્યો છે.વિરાટ અને અનુષ્કા હંમેશા સોશિયલ મીડીયામાં તેમની કોઇને કોઇ તસ્વીરો શેર કરતાં રહે છે.વિરૂષ્કાના આ ફોટો તેમના લાખો ચાહકોને પણ પસંદ પડી રહ્યાં છે.

વિરાટ અને અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર બંનેની અનેક તસવીરો શેર કરી છે, જેને ખૂબ લાઈક અને શેર કરાઇ છે. જો કે આ તસ્વીરનું લોકેશન જાણવા મળતું નથી.

1લી ફેબ્રુઆરીની રાત્રે વિરાટ કોહલીએ એક એવી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી જેમાં બંને એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યા છે. વિરાટની આ તસવીરને 15 કલાકમાં જ 30 લાખથી વધારે લાઈક્સ મળી હતી. તસવીરના કેપ્શનમાં કોઇ વાક્ય લખવાને બદલે વિરાટ કોહલીએ હ્રદયના શેઇપનું ઈમોજી બનાવ્યું છે.તસવીરમાં વિરાટ બ્લેક કલરના ટ્રેક-ટીશર્ટ અને શૂઝમાં દેખાય છે, જ્યારે અનુષ્કાનો લૂક પણ ગ્રે ટીશર્ટ અને બ્લેક ટ્રેકમાં જોવા મળી રહી છે.આ ફોટાના બેકગ્રાઉન્ડમાં સુંદર પહાડ અને નદી દેખાય છે.

virat anushka વિરાટ-અનુષ્કાના આ ફોટાને 30 લાખ લાઇક મળી

આ ફોટો અહીં હાજર કોઇ ત્રીજી વ્યક્તિએ પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે.વિરાટ અને અનુષ્કાની આ તસ્વીરને હજારો કમેન્ટ પણ મળી હતી.

Anushka Sharma,Virat Kohli,Anushka Virat

ન્યૂઝીલેન્ડ ટૂરથી અપાયો આરામઅનુષ્કા આગળ કહે છે કે તે ખૂબ જ ખુશ છે કે તે આવા વ્યક્તિ સાથે છે. તેણે કહ્યું બંને પોતાનું જીવન ખુશી-ખુશી સાથે વિતાવશે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં 3-0થી શ્રેણી જીત્યા બાદ વિરાટ કોહલીને બાકીને બે મેચો માટે આરામ આપવામાં આવ્યો હતો. જે બાદ તે અનુષ્કા સાથે રજાઓ માણી રહ્યો છે