Not Set/ એવેન્જર્સ એન્ડગેમ – સૌથી વધુ કમાણીનો ઇતિહાસ રચી શકે, વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી

માર્વેલ્સની એવેન્જર્સ હાલમાં વિશ્વભરના બોક્સઓફિસમાં ધૂમ મચાવી રહી હોવાની સાથોસાથ અઢણક કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મે જાણે કે બોક્સિ ઓફિસ પર ટંકશાળ પાડી હોય તેમ રિલીઝના બીજા જ સપ્તાહમાં વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી કરી છે. ફિલ્મની અધધ…કમાણી જોતા આ ફિલ્મ ટૂંકમાં જ અવતાર અને સ્ટાર વોર્સ – ધ ફોર્સ અવેકન્સનો સૌથી વધુ કમાણીનો […]

Top Stories Entertainment
Avengers 3 એવેન્જર્સ એન્ડગેમ – સૌથી વધુ કમાણીનો ઇતિહાસ રચી શકે, વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી

માર્વેલ્સની એવેન્જર્સ હાલમાં વિશ્વભરના બોક્સઓફિસમાં ધૂમ મચાવી રહી હોવાની સાથોસાથ અઢણક કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મે જાણે કે બોક્સિ ઓફિસ પર ટંકશાળ પાડી હોય તેમ રિલીઝના બીજા જ સપ્તાહમાં વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી કરી છે. ફિલ્મની અધધ…કમાણી જોતા આ ફિલ્મ ટૂંકમાં જ અવતાર અને સ્ટાર વોર્સ – ધ ફોર્સ અવેકન્સનો સૌથી વધુ કમાણીનો રેકોર્ડ તોડે તેવી પૂરી સંભાવના છે. અવતારે વિશ્વભરમાં રૂ.19,321 કરોડ જ્યારે સ્ટાર વોર્સે રૂ.14,319 કરોડની કમાણી કરી હતી. એવેન્જર્સ એન્ડગેમની લોકપ્રિયતા હાલમાં આકાશ આંબી રહી છે અને બોક્સ ઓફિસ પર ફૂલ જઇ રહ્યા છે ત્યારે આ મૂવિ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Avengers 1 એવેન્જર્સ એન્ડગેમ – સૌથી વધુ કમાણીનો ઇતિહાસ રચી શકે, વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી
Avengers endgame

ફિલ્મ વધુ કમાણી કરશે તે પાછળ પણ કારણ છે. એ વિશે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં ફિલ્મની ટિકિટના ભાવ બમણા થયા છે. આ રીતે જોઇએ તો આ સમયમાં રિલીઝ થયલી અવતાર વર્લ્ડવાઇડ રૂ,20,000 કરોડનો વકરો કરત તે ચોક્કસ છે. એન્ડગેમ કરતા અવતારને ઓછી સ્ક્રીન મળી હતી.

Avengers 6 એવેન્જર્સ એન્ડગેમ – સૌથી વધુ કમાણીનો ઇતિહાસ રચી શકે, વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી
Avengers endgame

ભારતમાં પણ હોલિવૂડ ફિલ્મનું એક મોટું માર્કેટ તૈયાર થઇ ચૂક્યું છે જ્યાં હોલિવૂડ ફિલ્મને પસંદ કરનારા લોકોનો એક ખાસ વર્ગ છે. ભારતમાં રિલીઝ થયેલી જંગલબુકએ 26 અરબ રૂપિયાની કમાણી કરી હતી.

Avengers 2 એવેન્જર્સ એન્ડગેમ – સૌથી વધુ કમાણીનો ઇતિહાસ રચી શકે, વર્લ્ડવાઇડ રૂ.12,590 કરોડની કમાણી
Avengers endgame

નોંધનીય છે કે એવેન્જર્સ એન્ડગેમ એ ઇન્ફિનિટી વોરની સીકવલ અને માર્વેલ સીરિઝની અંતિમ ફિલ્મ છે. અત્યારસુધી ભારતીય બજારમાં મૂવિએ 300 કરોડની તગડી કમાણી કરી છે. ફિલ્મમાં રોબર્ટ ડાઉન જૂનિયર, ક્રિસ ઇવાન્સ, ક્રિસ હેમ્સવર્થ, માર્ક રફેલો, સ્કારલેટ જોહનસન જેવા ટોચના કલાકારોએ કામ કર્યુ છે. ફિલ્મનું નિર્દેશન રૂસો બ્રદર્ષ દ્વારા કરવામાં આવ્યું છે.