મુંબઈ
ભોજપુરી એક્ટ્રેસ અને બીગ બોસની પૂર્વ કન્ટેસ્ટેન્ટ મોનાલિસાનો એક વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નવરાત્રીના પસંગે તે ડાંડિયા કરતા જોવા મળી રહી છે. વિડીયોને મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડીયો શેર કરતા મોનાલિસાએ લખ્યું કે તમે ટ્રાય કરો છો અને થોડુક ઓફબીટ થઇ જાય. #masti #fun #dandiyanights #navratri #feelings #onset #nazar (sic).”‘
આપને જણાવી દઈએ કે મોનાલિસાએ આ વીડીયો ટીવી શો ‘નઝર’ના સેટ પર શૂટ કર્યો છે. તે સીરીયલમાં એક ડાયનની ભૂમિકા નીભાવી રહી છે. તેના કિરદારનું નામ મોહોના છે અને સીરીયલ ‘નઝર’થી મોનાલીસાએ ટીવી પર ડેબ્યુ કર્યું છે. બીગ બોસ 10નો ભાગ રહી ચૂકેલ મોનાલિસાને ટીવી પર મોટો બ્રેક મળ્યો છે. આ સિવાય મોનાલિસાએ બંગાળી વેબ સીરીઝ Dupur Thakurpo Season 2 માં પણ કામ કર્યું છે.
મોનાલિસાનું રિયલ નામ અંતરા વિશ્વાસ છે. તે ભુજપુરી ઇન્ડસ્ટ્રી જાણીતી એક્ટ્રેસ છે. મોનાલિસાને બીગ બીસમાં ઘણી લોકપ્રિયતા મળી છે.