Not Set/ બિપાશાએ આ ટોચની હીરોઇન પાસેથી ખુંચવી લીધી ફિલ્મ 

મુંબઇ બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 1964માં રીલીઝ થયેલ મનોજ કુમાર અને સાધનાની સુપરહિટ ફિલ્મ ‘વો કૌન થી’ની રીમેકમાં નજરે પડશે તેવા અહેવાલ સામે આવ્યા હતા. જો કે, હવે નવા અહેવાલમાં જાણવા મળ્યુ છે કે એશ્વર્યા રાયના હાથમાંથી આ ફિલ્મ છુટી ગઈ છે અને તેની જગ્યા ફિલ્મમાં બિપાશા બાસુએ લીધી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જો […]

Trending Entertainment
gt બિપાશાએ આ ટોચની હીરોઇન પાસેથી ખુંચવી લીધી ફિલ્મ 

મુંબઇ

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 1964માં રીલીઝ થયેલ મનોજ કુમાર અને સાધનાની સુપરહિટ ફિલ્મ ‘વો કૌન થી’ની રીમેકમાં નજરે પડશે તેવા અહેવાલ સામે આવ્યા હતા. જો કે, હવે નવા અહેવાલમાં જાણવા મળ્યુ છે કે એશ્વર્યા રાયના હાથમાંથી આ ફિલ્મ છુટી ગઈ છે અને તેની જગ્યા ફિલ્મમાં બિપાશા બાસુએ લીધી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

Image result for woh kaun thi

જો કે સુત્રોનું કહેવુ છે કે, ખૂદ એશ્વર્યા રાયે જ આ ફિલ્મને છોડી દીધી છે. જેથી નિર્માતાઓએ તેની જગ્યાએ હોરર ક્વીન બિપાશા બાસુને કાસ્ટ કરી છે. ફિલ્મમાં બિપાશા બાસુ સાથે ક્રિઅર્જ એન્ટરટેઈનમેન્ટના પ્રોડ્યુસર અર્જુન  એન કપુર પણ મુખ્ય પાત્રમાં નજરે પડશે. સુત્રોના જણાવ્યા મુજબ, ‘વો કૌન થી’ રીમેક સાથે હવે સ્ટુડિયો ફાઈવ એલીમેન્ટ્‌સ જોડાઈ ગયુ છે. જે બહુ જલ્દી આ ફિલ્મની કાસ્ટ ફાઈનલ કરવા માંગે છે.

Image result for bipasha basu Aishwarya Rai Bachchan

ફિલ્મને લઈને બિપાશા બાસુ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. જાકે, હજી સુધી તેણે સત્તાવાર રીતે આ ફિલ્મ માટે હા નથી પાડી. જાકે, ટૂંક સમયમાં જ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે સત્તાવાર જાહેરાત થઈ જશે. પ્રેરણા અરોરા અને સ્ટુડિયો ફાઈવ એલીમેન્ટ્‌સ મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેનુ કામ આગામી મહિનાથી શરુ થઈ જશે. મહત્વનુ છે કે, બિપાશા બાસુ છેલ્લે 2015માં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથેની ફિલ્મ અલોનમાં નજરે પડી હતી. આ ફિલ્મ બાદથી જ બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને તેમણે ગત વર્ષે જ લગ્ન કર્યા.

Image result for bipasha basu Aishwarya Rai Bachchan