Not Set/ #METOO થી પ્રેરાઈને જીતેન્દ્ર પર તેની પિતરાઈએ લગાવ્યો જાતીય સતામણીનો આરોપ

મુંબઈ બોલીવુડના દિગ્ગજ એક્ટર એવા જીતેન્દ્ર મુશ્કેલીથી ઘેરાઈ ગયા છે. જીતેન્દ્ર પર તેમની પિતરાઈએ જ જાતીય સતામણીનો આરોપ લગાવી હિમાચલ પ્રદેશમાં ફરિયાદ નોંધવા કહ્યું છે. પોતાને પીડિતા બતાવનારી પિતરાઈએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તે જયારે ૧૮ વર્ષની હતી ત્યારે જીતેન્દ્ર ૨૮ વર્ષના હતા ત્યારે તેમણે આ કૃત્યને અંજામ આપ્યો હતો. જીતેન્દ્રની પિતરાઈએ એક્ટરની વિરુદ્ધ […]

Entertainment
Jeetendra 0 #METOO થી પ્રેરાઈને જીતેન્દ્ર પર તેની પિતરાઈએ લગાવ્યો જાતીય સતામણીનો આરોપ

મુંબઈ

બોલીવુડના દિગ્ગજ એક્ટર એવા જીતેન્દ્ર મુશ્કેલીથી ઘેરાઈ ગયા છે. જીતેન્દ્ર પર તેમની પિતરાઈએ જ જાતીય સતામણીનો આરોપ લગાવી હિમાચલ પ્રદેશમાં ફરિયાદ નોંધવા કહ્યું છે.

પોતાને પીડિતા બતાવનારી પિતરાઈએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તે જયારે ૧૮ વર્ષની હતી ત્યારે જીતેન્દ્ર ૨૮ વર્ષના હતા ત્યારે તેમણે આ કૃત્યને અંજામ આપ્યો હતો. જીતેન્દ્રની પિતરાઈએ એક્ટરની વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને જીતેન્દ્રને ધરપકડ કરવાની માંગ કરી છે.

પીડિતાએ પોતાની આપવીતી  બતાવતા કહ્યું કે જયારે હું ૧૮ વર્ષની હતી ત્યારે જીતેન્દ્રએ તેના પિતાને કહ્યું કે હું તમારી દીકરીને ફિલ્મનું શુટિંગ બતાવવા લઇ જાઉં છુ. ત્યારબાદ તે મને લઇ ગયા અને મારું જાતીય શોષણ કર્યું. આ ઘટનાની અસર મારા મગજ પર ખુબ ખરાબ પડી હતી. વધુમાં પીડિતાએ કહ્યુ કે જીતેન્દ્ર એક નામદાર એક્ટર છે. અમીર લોકો અને નેતા સાથે તેના ઘણા સારા સંબંધો છે.

પીડિતાએ તેના માતા-પિતાના મૃત્યુ બાદ પોલીસમાં ફરિયાદ નોંધવાનું વિચાર્યું હતું કેમ કે તે જાણતી હતી કે જો તેના માતા-પિતાને જીતેન્દ્રના આ કૃત્યની ખબર પડશે તો તેમને આઘાત લાગશે.

જીતેન્દ્રની પિતરાઈએ જણાવ્યું હતું કે આ ઘટનાને લોકોની સામે લાવતા વર્ષો લાગી ગયા હતા .પરંતુ હાલમાં ચાલી રહેલા #METOO ફેમિનિઝમ અવેરનેસ કેમ્પેઈન લીધે મને હિંમત મળી હતી. આ આંદોલનના લીધે દુનિયાની લાખો પીડિતાને પોતાની વાત લોકોની સામે રાખવાની હિંમત મળી છે. પરિવાર અને સગાવ્હાલા દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતાને પોતાની વાત ખુલ્લી રીતે કહેવા માટે આશાનું એક કિરણ મળ્યું છે.

હવે જોવાનું રહ્યું કે જીતેન્દ્રની પિતરાઈએ લગાવેલા આ આરોપની વાતમાં કેટલી સચ્ચાઈ છુપાયેલી છે.