Not Set/ ડેનીની ફિલ્મ ‘બાયસ્કોપવાલા’નું ટેલર થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ ડેનીની ફિલ્મ ‘બાયસ્કોપવાલા‘નું ટેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રવીન્દ્રનાથ ટૈગોરની સ્ટોરી કાબુલીવાલા પર આધારિત છે. આ ફિલ્મને દેબ મેધેકર દ્રારા નિર્દેશન કરવામાં આવી રહી છે. ‘બાયસ્કોપવાલા’ 25 મે 2018ના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે. આ ફિલ્મમાં ડેની લીડ રોલ કરી રહ્યા છે. તેઓ બાળકોને બાયસ્કોપ બતાવવા વાળાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ […]

Entertainment
mahu9 ડેનીની ફિલ્મ 'બાયસ્કોપવાલા'નું ટેલર થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ

ડેનીની ફિલ્મ ‘બાયસ્કોપવાલા‘નું ટેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રવીન્દ્રનાથ ટૈગોરની સ્ટોરી કાબુલીવાલા પર આધારિત છે.

આ ફિલ્મને દેબ મેધેકર દ્રારા નિર્દેશન કરવામાં આવી રહી છે. ‘બાયસ્કોપવાલા’ 25 મે 2018ના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે. આ ફિલ્મમાં ડેની લીડ રોલ કરી રહ્યા છે. તેઓ બાળકોને બાયસ્કોપ બતાવવા વાળાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ટેલરની વાત કરવામાં આવે તો  દર્શકોને રહસ્યમય જેવું લાગે તેમ છે.

આ ફિલ્મમાં ડેની સિવાય ગીતાંજલિ થાપા,તિસ્કા ચોપડા અને આદિલ  હુસૈન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બાયસ્કોપવાલાની પુત્રી યુદ્ધના મુહાના પર ઉભું અફગાનિસ્તાનમાં રહે છે. જેને તે યાદ કરતા હોય છે. બાયસ્કોપ બતાવતા તેને એક બાળકી મિનીમાં તેની પુત્રી દેખાવ લાગે છે અને ત્યારબાદ સ્ટોરી કઈ અલગ જ મોડ લઇ લે છે.